બુધવાર, 27 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 જૂન 2020 (13:37 IST)

ગુજરાતમાં 5.5ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા

કોરોના મહામારી વચ્ચે  ગુજરાતના કેટલાક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રાત્રે આશરે 8.13ની આસપાસ આવેલા ભૂકંપના ઝટકા અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ અનુભવાયા હતા.  માહિતી મુજબ સાંજે ગુજરાતના કેટલાક ભાગોમા મૂશળાધાર વરસાદ પણ માઝા મૂકી હતી, એવામાં રાત્રે આવેલા 5.5ની તીવ્રતાના ભૂકંપે લોકોમાં ભય ફેલાવી દીધો છે. આ સિવાય રાજકોટ, જામનગર અને જૂનાગઢમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા.  અમદાવાદમાં આવેલા ભૂકંપના આંચકાથી મોટા ભાગની પબ્લિક રોડ પર આવી ગઇ હતી. ભૂકંપનુ એપિસેન્ટર કચ્છનુ ભૂજ હોવાનુ માનવામાં આવે છે. આ દરમિયાન મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીએ રાજ્યમાં આવેલા ભૂકંપ ના આંચકાઓ ને પગલે રાજકોટ કચ્છ અને પાટણ જીલ્લા ના કલેકટરો સાથે  ટેલિફોન તાત્કાલિક વાતચીત કરીને ત્યાંની પરિસ્થતિ ની જાણકારી મેળવી હતી. તેમણે આજે રાત્રે 8ને 13 મિનિટે રાજ્યમાં ભૂકંપ ના આંચકાઓ આવ્યા અંગેની જાણકારી મળતાં તુરતજ આ જિલ્લા ના કલેકટરો ને સતર્ક રહેવા ની તાકીદ કરી હતી અને આ આંચકાઓ ને કારણે કોઈ નાનું મોટું નુક્સાન થયું હોય તેની વિગતો પણ મેળવવા સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રી એ આ જિલ્લાઓ માં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ ના કંટ્રોલ રૂમ પણ વધુ સઘન રીતે કાર્યરત  કરી દેવા સૂચન કર્યું હતું