ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 15 જૂન 2020 (12:05 IST)

અમદાવાદનાં કોર્પોરેટરનુ કોરોનાને કારણે નિધન

રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોનાના એપી સેન્ટર અમદાવાદમાં હાટકેશ્વર-ભાઈપુરા વોડઁના ભાજપના કોર્પોરેટર ગયાપ્રસાદ કનોજિયાનું કોરોનાના કારણે નિધન થયું છે. છેલ્લા 15 દિવસથી તેઓ SVP હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા હતા. જોકે આજે તેમની તબીયત વધુ લથડતાં તેમણે અંતિમ શ્વાસ લીધા.હતા 
 
શહેરમાં કોરોના સંકટ વચ્ચે સતત લોકસેવામાં કાર્યરત રહેલા ગ્યાપ્રસાદને પાછલા સપ્તાહે તબીયત લથડતા સારવાર માટે આઈસીયૂમાં દાખલ કરાવવામાં આવ્યા હતા. તેઓ છેલ્લી ત્રણ ટર્મથી કોર્પોરેટર છે. પોતાના મત વિસ્તારમાં કારોના મહામારીના કપરા સમયમાં જરૂરિયાતમંદ લોકોની ખૂબજ મદદ કરી હતી. કોરોનાનો કહેર વચ્ચે તેઓ સતત તકેદારીને પગલે પોતાના વિસ્તારને તેમજ નાની મોટી ગલીઓમાં જાતે જઈને સેનેટાઈઝર કરતા જોવા મળ્યા હતા. એટલું જ નહીં મજુરોને એમના વતન મોકલવાની પણ સગવડ કરી આપતા હતા  તેમના પરિવારમાં ત્રણ સગા ભાઈઓના કોરોના વાયરસના કારણે નિધન થયા છે. 
 
મેયર બિજલ પટેલે વ્યક્ત કર્યુ દુખ અમદાવાદના મેયર બિજલ પટેલે કોર્પોરેટરના નિધનથી દુખ વ્યક્ત કર્યું છે.