Gujarat Expensive Buying a House: ગુજરાતમાં મકાન બાંધવું કે જમીન ખરીદવી મોંઘી પડશે
Gujarat middle Class Expensive Buying a House: હવે મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાતમાં મકાન બાંધવું કે જમીન ખરીદવી મોંઘી પડશે. કારણ કે રાજ્યમાં 1 એપ્રિલ 2025થી નવા જંત્રીના દરો લાગુ થશે. જેના કારણે ગુજરાતમાં પ્રોપર્ટીના ભાવ વધશે. નવી સિસ્ટમ મુજબ હવે પ્રોપર્ટીની કિંમત લોકો માટે બેથી ત્રણ ગણી મોંઘી થશે. નવી સિસ્ટમના અમલ સાથે, ચૂકવવાપાત્ર રકમમાં 100 થી 200 ટકાનો વધારો થશે.
CREDAI અથવા GAHED અમદાવાદના પ્રમુખ ધ્રુવ પટેલે જણાવ્યું હતું કે જંત્રી 2011 માં આવી હતી, ત્યારબાદ 12 વર્ષ સુધી કોઈ વધારો થયો ન હતો.
આટલો વધારો થઈ શકે છે
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સરકારને દોઢ વર્ષ થયું પરંતુ જનતાને સૂચનો આપવા માટે માત્ર એક મહિનાનો સમય આપવામાં આવ્યો. અમારા સર્વે મુજબ, હાલની સૂચિત જંત્રીમાં સરેરાશ 200 ટકાથી 2000 ટકાનો વધારો જણાય છે.