શનિવાર, 2 ડિસેમ્બર 2023
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2023 (16:27 IST)

ગુજરાત હાઈકોર્ટે અમદાવાદની દુષ્કર્મ પીડિત 16 વર્ષની સગીરાને ગર્ભપાતની મંજુરી આપી

gujarat court
ગુજરાત હાઈકોર્ટે 16 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજુરી આપવામાં આવી છે. પીડિત સગીરાને હાલમાં 27 સપ્તાહનો ગર્ભ છે. અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશનમાં આ કેસ અંગે આરોપી સામે ફરિયાદ નોંધાઈ છે.સમગ્ર કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટના જજ સમીર દવેએ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટરોની એક્સપર્ટ પેનલ દ્વારા મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી એક્ટ મુજબ શારીરિક તપાસ કરીને તેનો રિપોર્ટ કોર્ટ સમક્ષ રજૂ કરવા આદેશ કર્યો હતો.

આજે સગીરાની મેડિકલ તપાસ બાદ તેનો મેડિકલ રિપોર્ટ હાઈકોર્ટ સમક્ષ મુકાયો હતો. જેનો અભ્યાસ કરીને જજ સમીર દવેએ સગીરાના ગર્ભપાત માટે આજે સિવિલ હોસ્પિટલ, અસારવા મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટને નિર્દેશ આપ્યા હતા. આ અંગેનો ઓર્ડર વકીલને બપોરે 1 વાગ્યે મળી જશે. ત્યારબાદ અમદાવાદ અસારવા સિવિલ હોસ્પિટલ ખાતે સગીરાના ગર્ભપાતની પ્રક્રિયા હાથ ધરાશે.