શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 નવેમ્બર 2019 (13:00 IST)

ગુજરાતની જેલમાં 66 પાકિસ્તાની સહિત એક નાઈજેરીયન અને ત્રણ આફ્રિકન કેદ

પાકિસ્તાન સાથે જમીન અને દરિયાઈ બન્ને સરહદ ધરાવતા તથા હવાઈ સરહદમાં પણ સૌથી નજીકના રાજય તરીકે સ્થાન ધરાવતા ગુજરાતની જેલમાં પાકિસ્તાની કેદીઓની સંખ્યા દેશમાં સૌથી વધુ છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના આંકડા મુજબ રાજયની જેલમાં કુલ 66 પાક કેદીઓની બેઠક છે જેમાં 59 અન્ડર ટ્રાયલ છે જયારે બીજા કામમાં જમ્મુ-કાશ્મીર (43) પંજાબ (31) રાજસ્થાન (21) દિલ્હી અને ઉતરપ્રદેશ (બન્ને 20-20) છે. ગુજરાતની જેલમાં મુખ્યત્વે પાક માછીમારો છે જે દરિયાઈ સીમા પાર કરી ભારતની સીમામાં માછીમારી કરતા ઘૂસણખોરી સમયે ઝડપાઈ ગયા હતા. ગુજરાતની જેલમાં એક નાઈજેરીયન સહિત ત્રણ આફ્રિકન કેદી છે. બાંગ્લાદેશના ચાર- મધ્યપુર્વના બે અને નેપાળના બે નાગરિક કેદ છે અને ત્રણ અન્ય દેશોના છે.