1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 12 નવેમ્બર 2019 (12:57 IST)

ગુજરાતની જેલમાં 86% કેદીઓ 50 વર્ષ કે તેથી ઓછી ઉમરના: સૌથી વધુ હત્યાના આરોપીઓ

દેશમાં જેલની બદતર સ્થિતિ અંગે અવારનવાર કહેવાય છે અને કેદીઓને અમાનવીય સ્થિતિમાં રહેવાની ફરજ પડે છે. સિવાય કે તે નાણાકીય રીતે સદ્ધર હોય કે પછી રાજકીય ભલામણો ધરાવતા હોય તો તે સુવિધા મેળવી શકે પણ રાજયની જેલમાં 29% પદો ખાલી પણ છે અને તેના કારણે હાલના સ્ટાફને ઓવરટાઈમ કામ કરવું પડે છે. રાજયની જેલમાં પાંચ એસપીના પદો ખાલી છે. જયારે સાત ડીએસપીમાં ફકત 3 જ જગ્યા ભરવામાં આવી છે. જયારે જેલરના 29 સ્થાનોમાં ફકત 19માંજ હાલ કોઈને કોઈ નિયુક્તિ ધરાવે છે. રાજયની જેલમાં 12228 કેદીઓને સમાવવાની ક્ષમતા છે તેની સામે 12452 કેદી છે. (2017 મુજબ) અને તેમાં મહિલા માટેની જેલમાં 52% કેદી છે. આજની સબ જેલમાં કેદીઓની ક્ષમતા કરતા 22% વધુ સમયે કેદીઓમાં ધો.10 કે તેથી ઓછુ ભણેલા 50% ચે તો 6% ગ્રેજયુએટ અને 2% પોષ્ટ ગ્રેજયુએટ છે. જયારે 141 કેદીઓ માનસિક બિમારીનો શિકાર બન્યા છે. જેલમાં યુવા કેદીઓની સંખ્યા લગભગ (50 વર્ષ સુધીના) 86% છે. રાજયની જેલમાં હાલના આરોપીઓની સંખ્યા 1808 છે અને બળાત્કારના 359 આરોપી છે.રાજયની જેલમાં રહેતા કેદીઓને કઈને કઈ ઉધમ શિખવવામાં આવે છે જેથી તેઓ જેલમાં કમાણી કરે અને જેલમાંથી બહાર નીકળે પછી પણ કંઈક એવો રોજગાર કરી શકે. 2017ના આંકડા મુજબ કેદીઓએ રૂા.8.60 કરોડની કમાણી જે-તે વર્ષમાં કરી હતી.