શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 13 જુલાઈ 2021 (11:25 IST)

Gujarat Monsoon Update,- આગામી 5 દિવસ વરસાદની આગાહી, જાણો ક્યાં કેટલો નોંધાયો વરસાદ

લાંબા વિરામ બાદ ફરી એકવાર મેઘરાજાએ મહેર વરસાવી છે. સિસ્ટમ સક્રીય થતાં રાજ્યમાં ફરીથી વરસાદનું આગમન થયું છે. રાજ્યના અનેક સ્થળોએ બે દિવસથી હળવોથી મધ્યમ વરસાદ નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 149 તાલુકામાં વરસાદ નોંધાયો છે જ્યારે બે દિવસમાં 184 તાલુકામાં વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતથી માંડીને ઉત્તર-મધ્ય અને કચ્છ વિસ્તારમાં સીઝનનો 17.70% વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ સુરતના માંગરોળામં સાડા ત્રણ ઇંક્ફ્હ જ્યારે વલસાડના ઉમરગામમાં ત્રણ ઇંચ જેતલો વરસાદ નોંધાયો છે. 
 
આગામી 5 દિવસમાં રાજ્યમાં વરસાદી માહોલ જામશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં વરસાદની સંભાવનાઓ સેવાઈ રહી છે. રવિવારથી સમગ્ર ગુજરાતમાં વરસાદ સંભાવના છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે 20 જૂલાઈ સુધીમાં ભારે વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના વલસાડ, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. 
 
રાજ્યના 18 તાલુકાઓમાં 1 ઇંચ કરતા વધારે વરસાદ થયો હતો જેમાં ગીરસોમનાથના સુત્રાપાડામાં સવા 2 ઇંચ, જૂનાગઢના માંગરોળમાં 2 ઇંચથી પણ વધારે, ઉમરગામ અને વેરાવળમાં 2-2 ઇંચ, વીસાવદર અને ચોર્યાસીમાં પોણા 2 ઇંચ વરસાદ ખાબક્યો હતો. માળીયા, ક્વાંટ, રાણાવાવમાં સવા ઇંચવ રસાદ નોંધાયો હતો. જ્યારે રાણપુર, હાંસોર, વલસાડ, કલ્યાણપુરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. અંકલેશ્વર, કોડીનાર, પોરબંદરમાં 1-1 ઇંચ વરસાદ નોંધાયો હતો. 
 
સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો ઉપરાંત ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, વિજયનગર, શંખેશ્વર, સમી, પાટણ સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ નોંધાયો હતો. વરસાદે કચ્છ વિસ્તાર પર પણ મહેર વરસાવી હતી. હજુ પણ 5 દિવસ સુધી વરસાદ પડવાની આગાહી છે.
 
દક્ષિણ ગુજરાત સૌથી વધુ 18.37%, કચ્છ ઝોનમાં 18.31%, પૂર્વ- મધ્ય ગુજરાતમાં 17.71% અને ઉત્તર ગુજરાતમાં 16.69% વરસાદ નોંધાયો છે, જ્યારે સૌરાષ્ટ્રમાં 15.91% વરસાદ પડ્યો છે.