શુક્રવાર, 10 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 10 ફેબ્રુઆરી 2017 (17:52 IST)

બહુચરાજી મંદિરમાં ફૂલોનું નિર્માલ્ય અને વધેલા ખોરાકમાંથી ખાતર બને છે

બહુચરાજી ટેમ્પલ ટ્રસ્ટના ભોજનાલયમાં કચરામાંથી ખાતર બનાવવા માટેનો પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે. મંદિરની વાસીફુલો જેવી બિનજરૂરી ચીજવસ્તુઓ અને ભોજનાલયમાં બગડતાં અનાજમાંથી ખાતર બનાવવા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નાના અને મધ્યમવર્ગના ખેડૂતો માટે પ્રેરણારૂપ બનશે.
આ પ્રોજેકટથી મંદિર અને ભોજનાલયમાંથી ગંદકી અને કચરાનું પ્રમાણ ઘટશે.રોજેરોજનો કચરો ખાતરમાં પરિવર્તન થતાં સ્વચ્છતામાં વધારો અને ખાતરમાંથી આવક થશે. તેવુ મંદિરના વહીવટકર્તાઓ માની રહયાં છે. મા બહુચરના મંદિરમાં શ્રદ્ધાળુઓ દ્ધારા આવતાં હાર બીજા દિવસે વાસી બની જતાં અત્યાર સુધી કચરામાં જતાં હતાં. પરંતુ મંદિરમાં ખાતર બનાવવાનું મશીન આવતાં વાસીફુલોમાંથી ખાતર બનાવવામાં આવી રહયું છે.
ભોજનાલયમાં જમવા આવતાં યાત્રિકો અનાજનો બગાડ કરતાં અને યાત્રિકોને જમાડતાં વધેલું અનાજ કચરામાં જતુ હતું.જે ગંદકીમાં વધારો કરતુ હતું તેવા પ્રકારનું નકામા અનાજમાંથી તેમજ કચરાંમાં જતી તમામ ચીજવસ્તુઓમાંથી ખાતર બનશે.ખાતરની પ્રક્રિયામાં બે મશીન કામ કરે છે.એક મશીન કચરાના નાના ટુકડાં કરે છે.બીજુ મશીન નાના ટુકડાંઓને એકરસ કરી ખાતર સ્વરૂપે બહાર કાઢે છે.