ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ફેબ્રુઆરી 2017 (13:43 IST)

બલોચ નેતા મઝદાક દિલશાદ વડોદરાની મુલાકાતે,પાકિસ્તાનના અત્યાચારો અંગે ઘટસ્ફોટ કર્યો

'પાકિસ્તાનને હમ પર ઝુલ્મ કરને કે નયે સ્ટાન્ડર્ડ બનાયે હે,પેલેસ્ટાઇન ઓર સિરિયા પર હો રહે ઝુલ્મ કા દર્દ દુનિયા કો હોતા હે લેકિન હમારે દર્દ કા કિસી કો અહેસાસ નહી, હમ ભી મુલસમાન હે લેકીન હમારે દર્દ કી કોઇ  બાત ભી નહી કરતા ક્યું કી દુનિયામે ફૈલે હુવે હમારે ભાઇ હી હમારા દર્દ નહી જાન રહે હે' એમ  વડોદરા આવેલા બલુચ નેતા મઝદાક દિલશાદ બલોચે કહ્યુ હતુ.

તેમણે કહ્યુ હતુ કે બલુચ લોકોની આખા વિશ્વમાં માંડ દોઢ કરોડની વસતી છે તેમાં પણ પાકિસ્તાની સૈન્ય રોજ સેંકડો લોકોને ઉઠાવીને લઇ જાય છે. અત્યાર સુધીમાં ૨૦,૦૦૦ મહિલા અને પુરૃષોને પાકિસ્તાની સૈન્ય ઉઠાવી ગયુ છે અને તે લોકોનો કોઇ પતો નથી. ૫,૦૦૦ લોકોની લાશ મળી છે, સામુહીક કબરો મળી છે. વિકૃત મૃતદેહ પાકિસ્તાની સૈન્યએ ગુજારેલા અત્યાચારની ગવાહી પુરી રહ્યા છે. રોજ અત્યાચારો થઇ રહ્યા છે રોજ  બલુચિસ્તાનમાં બોમ્બમારો થઇ રહ્યો છે પરંતુ બલુચ લોકો એટલા શુરવિર છે કે જ્યા તેમની લાશો પડી રહી છે તે પ્રદેશ છોડીને ભાગવા તૈયાર નથી.૧૯૪૮ સુધી બલુચિસ્તાન આઝાદ હતુ પરંતું પાકિસ્તાને હુમલો કરીને બલુચિસ્તાન પર ગેરકાયદે કબ્જો કરી રાખ્યો છે.
૭૦ વર્ષથી આઝાદીની લડાઇ ચાલી રહી છે. હિન્દુસ્તાને પ્રથમથી જ બલુચિસ્તાનની આઝાદી માટે સમર્થન આપ્યુ છે. હિન્દુસ્તાનમાં હું જ્યા પણ ગયો છુ દરેક હિન્દુસ્તાનીઓએ મને કહ્યુ છે કે તે અમારી સાથે છે કેમ કે હિન્દુસ્તાન પણ એક સમયે ગુલામ હતુ એટલે અમારી પીડા સમજી શકે છે. મઝદાકે એમ પણ કહ્યુ હતુ કે પાછલા કેટલાક વર્ષોથી અમારા પર ઝુલ્મમાં વધારો થયો છે અને તેની પાછળનુ કારણ ચીન છે. પણ અમારી આઝાદીની લડાઇ રોકાશે નહી અને અમે જલ્દીથી આઝાદ થશુ.

પાકિસ્તાની સૈન્ય દ્વારા જીવલેણ હુમલાઓ બાદ કેનેડામા આશરો લઇ રહેલા બલોચ ચળવળકાર, લેખક અને કવિ નાએલા કાદરીના પુત્ર મઝદાક દિલશાદ પાછલા કેટલાક મહિનાઓથી ભારતમાં છે અને અલગ અલગ શહેરોમાં જઇને બલોચ કોમ્યુનિટીને એક છત્ર નિચે લાવવાનુ કામ કરી રહ્યા છે તેઓએ ગુજરાતના  બલોચ સમાજને સંબોધતા કહ્યુ હતુ કે  શુરવીર બલોચ કોમના તમારા બાપદાદાઓ ભારતમાં રાજાઓના સૈન્યમાં જોડાયા હતા અને અહી વસવાટ કર્યો છે પછી હિન્દુસ્તાનની આઝાદી માટે અંગ્રેજો સામે લડયા હવે તમારે બલુચિસ્તાનમાં આપણી કોમ પર થતા અમાનવીય અત્યાચારો સામે અને બલુચિસ્તાનને આઝાદ કરવા માટે લડવાનુ છે. તમારે કોઇ લડાઇમાં ભાગ નથી લેવાનો પરંતુ અહી બેઠા બેઠા લોકોમાં જાગૃતિ ફેલાવાની છે કે બલુચિસ્તાન આઝાદ હતુ અને આઝાદ રહેશે.'હિન્દ-બલોચ ફોરમ'ની સ્થાપના કરવામાં આવી છે જે અંતર્ગત  હિન્દુસ્તાનના બલોચ સમુદાયને એક છત્ર નીચે લાવવામાં આવશે.