શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 માર્ચ 2017 (12:02 IST)

રાજભવનમાં મોદીને પિરસાયું પસંદગીનું ભાવતું ભોજન

માતા હિરાબાને મળીને મોદી સીધા જ ગાંધીનગર સ્થિત રાજભવન પહોંચ્યા હતા. જ્યાં તેમણે રાજભવન ખાતે રાત્રી ભોજન લીધું હતું. આ રાત્રી ભોજનમાં સાંસદો અને ધારાસભ્યો પણ જોડાયા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓપી કોહલીએ પણ વડાપ્રધાન મોદી સાથે રાત્રી ભોજન લીધું હતું. ત્યારબાદ રાજભવન ખાતે જ આગામી રણનીતિ મુદ્દે બેઠક પણ થનાર છે.

રાત્રી ભોજનમાં વડાપ્રધાન મોદીની ખાસ પસંદગીની વાનગીઓ પીરસવામાં આવી હતી. ભોજન દરમિયાન 58 જેટલા ફુડ સેફ્ટી અધિકારીઓ તૈનાત હતા. મોદી માટે તેમની પસંદગીની વાનગીઓ પીરસાઈ હતી. જેમાં બટાકાનું રસવાળું શાક, કઢી ખીચડી, દાણા પાંદડા મુઠીયાવાળું શાક, ફુલકા રોટી અને પેટીસ ઢોકળા, પનીર ટીક્કા આચારી, આદુ ફુદીનાનું શરબત, છોલે, પનીર પસંદ, દાલ તડકા, જીરા રાઇસ, જ્યારે ડેઝર્ટમાં કેસરીયા જલેબી અને સ્ટોબેરી ચોકલેટ કેક પીરસાયા હતા.