જયંતિ ભાનુશાળીની હત્યા છબીલ પટેલે કરાવી હોવાનો પરિવારજનોનો આક્ષેપ

bhanushali
Last Modified મંગળવાર, 8 જાન્યુઆરી 2019 (12:30 IST)
જયંતિ ભાનુશાળીના પરિવારજનોએ હત્યા માટે કચ્છ ભાજપના નેતા છબિલ પટેલને જવાબદાર ગણાવ્યા હતા.જયંતિ ભાનુશાલીના પત્નીએ આક્ષેપ લગાવતા કહ્યું કે, મારા પતિની હત્યા કરાવવા પાછળ છબિલ પટેલનો હાથ છે. છબિલ પટેલ જ મારા પતિની હત્યા કરાવી છે. તેણે જ ષડયંત્ર ગોઠવ્યું છે. મારા પતિની હત્યા કરાવીને તે અમેરિકા જતો રહ્યો છે. એમની જ ગેંગે હત્યા કરાવી છે. મારા પતિને મારનાર છબિલ પટેલ જ છે. સોપારી આપીને જતો રહ્યો છે. મારા પતિ ચાર પાંચ દિવસથી કચ્છ ગયા હતા. આવું થઈ જશે તેની ખબર ન હતી એટલે તેઓ બિન્દાસ ફરતા હતા.
જયંતિ ભાનુશાળીના ભાઈએ કહ્યુ કે મારા ભાઈની રાજકીય હત્યા કરવામાં આવી છે. મારા ભાઈને પહેલા બે વખત છોકરીઓને કેસમાં ફસાવ્યા છે. એમાં સફળ ન રહેતા બીજા બે-ત્રણ કાવતરાં કર્યા હતા. તે કહેતો હતો કે હું રાજકારણમાંથી જયંતિ ભાનુશાલીનો 'ર' જ કાઢી નાખીશ. છબિલ પટેલે પોતાના સાગરીતો રાખ્યા છે. તેમણે અમારી સાથે કહેવા પૂરતું સમાધાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે હું જયંતિભાઈને મૂકીશ નહીં. તેમણે માણસો રાખીને હત્યા કરાવી છે. હજી અમારા ઘર પર ફાયરિંગ કરશે તેવો અમને ડર છે.
મારા ભાઈનો કોઈ દુશ્મન નથી. મારા ભાઈ એચ-1માં હતા, તો પણ કેવી રીતે હત્યા થઈ. મારા ભાઈની રાજકીય હત્યા છે. મારા ભાઈ ઊંઘમાં હતા ત્યારે ફાયરિંગ કર્યું હતું. તેઓ અમદાવાદ આવી રહ્યા હતા. ટ્રેનમાં છબીલના માણસો પાછળ હતા. પોલીસ કંઈ નહીં કરે તો અમારા ઘર પર જોખમ છે. અમારું ખાનદાન ખતમ કરવા તે બેઠો છે. તેમને કોઈ સજા નહીં થાય તો અમને જે પણ થશે તેની જવાબદારી પોલીસની રહેશે.


આ પણ વાંચો :