શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : બુધવાર, 27 મે 2020 (15:53 IST)

સ્ટેચ્યૂ ઓફ યુનિટી આસપાસના 6 ગામોમાં જમીન મુદ્દે આંદોલન, ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ

વિશ્વમાં સૌથી વધુ જાણિતી બનેલી લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈની પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના આસપાસના કેવડિયા સહિતના 6 ગામમાં જમીન મુદ્દે આદિવાસીઓ આંદોલન છેડ્યું છે. સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે ફેન્સિંગ મુદ્દે પોલીસ અને ગ્રામજનો વચ્ચે આજે ઘર્ષણ થયુ હતું. ગ્રામજનો દ્વારા ભારે વિરોધ કરતા પોલીસે મહિલાઓની અટકાયત કરી હતી.  સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસન સત્તા મંડળના નિર્ણય પ્રમાણે તંત્ર દ્વારા પોલીસ કાફલાને સાથે રાખીને કેવડિયા ગામના હેલિપેડ ફળીયા પાસે ફેન્સિંગ કરવામાં આવી રહ્યું છે. જેની સામે જાન આપીશું પણ જમીન નહીં આપીએ તેવુ લોકોએ આંદોલન છેડ્યું છે. ગ્રામજનો કોઇ પણ ભોગે જમીનો આપવા માંગતા નથી અને તંત્ર દ્વારા જમીનોમાં ફેન્સિંગની કામગીરી કરવામાં આવી રહી છે. જેથી સ્ટેચ્યૂ ઓફ યુનિટીની આસપાસના 6 ગામના લોકો તેનો વિરોધ કરી રહ્યા છે.