શનિવાર, 24 જાન્યુઆરી 2026
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Updated : શુક્રવાર, 28 ઑગસ્ટ 2020 (12:36 IST)

અમદાવાદના આ વિસ્તારમાં એક જુનુ મકાન ધરાશાહી થયું, કાટમાળમાંથી એક મૃતદેહ મળ્યો

webdunia Gujarati
અમદાવાદના કૂબેરનગરમાં જુનુ મકાન ધરાશાહી થતાં કરૂણાંતિકા સર્જાઈ છે. આ દુર્ઘટનામાં એક વ્યક્તિનો જીવ ગયો છે, જ્યારે બે વ્યક્તિનો બચાવ થયો છે.કૂબેરનગરમાં મોડી રાત્રે એક જૂનવાણી મકાન પત્તાના મહેલની જેમ ધરાશાયી થતા બેથી ત્રણ લોકો દટાયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. રાતના અંધારામાં શરૂ કરવામાં આવેલા કાટમાળ હટાવાના કામમાં વિક્ષેપની વચ્ચે વહેલી સવારે ચિત્ર સ્પષ્ટ થયું હતું.પ્રાપ્ત વિગતો અનુસાર આ મકાન કૉમ્પલેક્ષ સમાન હતું. જેમાં નીચે દુકાનો હોવાની વિગતો સામે આવી છે. કોર્પોરેશનના મતે આ જર્જરિત હતું. ફાયર બ્રિગેડના કંટ્રોલ રૂમમાં રાત્રે 12.00 વાગ્યા બાદ આ ઘટના ઘટી હતી.આ મકાન કૂબેરનગરના ફાટક પાસેના વિસ્તારોમાં આવેલું હતું. મકાનના કાટમાળ પરથી તે મોટી જગ્યામાં હોવાનું અનુમાન છે. આ કાટમાળમાંથી મૃતદેહ મળી આવ્યા બાદ સ્વજનોનો આંક્રદ શરૂ થઈ ગયો હતો.વહેલી સવારે પણ મકાનનો કાટમાળ હટાવવાની કામગીરી શરૂ હતી. બૂલડોઝર અને કટરની મદદથી મકાનના કાટમાળને દૂર કરવાની કામગીરી ચાલી રહી હતી. મોડી રાતથી જ આ સ્થળે લોકોના ટોળેને ટોળા ઉમટી પડ્યા હતા. વિસ્તારના પગલે આસપાસની અન્ય જૂની ઇમારતોમાં રહેતા લોકોમાં પણ ડરનો માહોલ ફેલાયો છે.