શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 30 જુલાઈ 2019 (14:17 IST)

પોલીસ ટીકાનો ભોગ બને તે પ્રકારની કોઇ પણ પ્રવૃત્તિ સોશિયલ મીડિયા પર ન કરોઃ પોલીસ વડા

પોલીસ કર્મચારીઓને ટિકટોક સાઈટ વીડિયો નહીં બનાવવા અને સોશિયલ મીડિયા ઉપર નહીં મૂકવા ડીજીપીએ કડક સૂચના આપી છે. આટલું જ નહીં દરેક પોલીસ કર્મચારી કાયદા અને દાયરામાં રહીને જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો જોઇએ. તેમજ પોલીસ વિભાગને શોભે નહીં તેવું કોઇ પણ પ્રકારનું કૃત્ય સોશિયલ મીડિયા ઉપર નહીં કરવા આદેશ કર્યો છે.પોલીસ કર્મચારીઓના ટિકટોકના વીડિયો ફરતા થયા હતા જેમાં તેઓ ડ્રેસમાં તેમજ ખાનગી કપડામાં, પોલીસ સ્ટેશનની અંદર કે બહાર વીડિયો ઉતારીને ટિકટોક પર મૂક્યા હતા. આ વીડિયો વાયુવેગે મીડિયામાં વહેતા થયા હતા. જેના કારણે ડિસિપ્લિન ફોર્સ ગણાતા પોલીસની છબી ખરડાઈ હતી. જો કે ટિકટોક ઉપર વીડિયો મૂકનારા કેટલાક પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેથી ભવિષ્યમાં કોઇ પણ પોલીસ કર્મચારી ટિકટોક અથવા તો આવી કોઇ પણ સાઈટ ઉપર પોતાના વીડિયો ન મૂકે તે માટે ડીજીપીએ તેમને કડક સૂચના આપી છે. આ અંગે ડીજીપીએ પરિપત્ર કરીને દરેક શહેર પોલીસ કમિશનર, રેન્જ ડીઆઈજી તેમજ જિલ્લા ડીએસપીને સૂચના આપી છે. જેમાં દરેક પોલીસ કર્મચારી દાયરા અને કાયદામાં રહીને જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે તેવું જણાવવામાં આવ્યું હતું.