1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 10 જુલાઈ 2024 (11:26 IST)

ગુજરાતમાં ભારે વરસાદથી જળબંબાકાર

rain in surat
Gujarat Rains - ગુજરાતમાં હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી વિવિધ વિસ્તારોમાં સારા વરસાદની આગાહી કરી છે અને રાજ્યના તમામ જિલ્લાઓમાં છુટાછવાયા હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
 
ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના જિલ્લાઓમાં વધારે વરસાદ પડવાની શક્યતા દેખાઈ રહી છે તથા કેટલીક જગ્યાએ ભારે વરસાદની પણ શક્યતા છે.
 
દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં હાલ સૌથી વધારે વરસાદનું જોર રહે તેવી શક્યતા છે, હવામાન વિભાગ પ્રમાણે 13 જુલાઈ સુધી વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
 
આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ 11 જુલાઈ સુધી ભારે વરસાદ પડે તેવી શક્યતા દેખાઈ રહી છે અને કેટલાક વિસ્તારોમાં મધ્યમ વરસાદ પડે તેવી શક્યતા છે.
 
હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે 10 જુલાઈના રોજ જૂનાગઢ, ગીર-સોમનાથ, અમરેલી, ભાવનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, સુરત, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.
 
આ ઉપરાંત આગામી પાંચ દિવસ સુધી દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત જિલ્લાના વિસ્તારો તથા બીજા કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે.
 
આ સિવાયના રાજ્યના અન્ય તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ પ્રકારનો છૂટોછવાયો વરસાદ ચાલુ રહેશે એવી શક્યતા દેખાઈ રહી છે.
 
સૌરાષ્ટ્ર અને કચ્છમાં એકાદ બે દિવસ સારો વરસાદ પડ્યા બાદ ફરીથી વરસાદનું જોર ઘટશે અને તે બાદ ફરીથી વરસાદનું જોર વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.