ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 18 જાન્યુઆરી 2019 (11:50 IST)

સુરતમાં એક સાથે 400થી વધુ લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કર્યો

શનિવારે શહેરમાં બૌદ્ધ ધર્મ અંગિકાર સમિતિ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં અંદાજિત 400 જેટલા લોકોએ બૌદ્ધ ધર્મ અપનાવ્યો. ગોડાદરાના મંગલ પાંડે કોમ્યુનિટી હોલમાં યોજાયેલી ઈવેન્ટમાં ચીફ ઈન્કમટેક્ષ કમિશનર સુબચ્ચન રામસાબેહ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ઈવેન્ટમાં 125 પરિવારના 432 જટેલા સદસ્યો ઉપસ્થિત હતા. આ લોકો શહેરમાં આવેલા ભાટેના, ડિંડોલી, લિંબાયત-નિલગિરી, માંદરવાજા, પર્વત અને ઉત્તરન પાવર હાઉસ વિસ્તારના રહેવાસી હતા  વડાપ્રધાન મોદી 19મી જાન્યુઆરીએ અહીં આવી રહ્યા છે, એવામાં આ ફંક્શનમાં ઉપસ્થિત રહેવું થોડું મુશ્કેલ હતું. પાછલા પાંચ વર્ષોમાં ધર્મપરિવર્તન કરવા માટે 500થી વધારે લોકોએ જિલ્લા અધિકારીઓને અરજી કરી છે. 
આ લોકો કોઈના દબાણમાં આવીને અથવા પોતાની ઈચ્છાથી ધર્મપરિવર્તન કરી રહ્યા છે તે જાણવા માટે પોલીસે પૂછપરછ કરી હતી. ધવલ પટેલે જણાવ્યું કે, અમે 432 કેસોનો નિકાલ કરીને તેમને ધર્મ પરિવર્તન માટે મંજૂરી આપી હતી. હાલમાં આ મામલે 500 જેટલી અરજીઓ પર પૂછપરછ કરાઈ રહી છે.બૌદ્ધ ધર્મ દીક્ષા અંગિકાર સમિતિ કન્વિનર પરિક્ષિત રાઠોટે જણાવ્યું કે, આ 432 લોકોએ બૌદ્ધ ધર્મ અંગિકાર કરવા માટેની કાયદાકિય પ્રક્રિયા પુરી કરી લીધી છે. તેમને ઈવેન્ટમાં સર્ટિફિકેટ આપવામાં આવશે. 
બૌદ્ધ ધર્મ દીક્ષા અંગિકાર સમિતિના સભ્ય રાજેશ સૂર્યવંશીએ જણાવ્યું, આ લોકો નીમ્ન મધ્યમ ક્લાસના છે અને ટેક્સ ટાઈલ્સ મીલ્સ અને ટેક્સટાઈલ માર્કેટમાં કામ કરીને પોતાનું જીવન પસાર કરે છે.પાંચ વર્ષ પહેલા રાજકોટમાં 238 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. થોડા સમય પહેલા જૂનાગઢમાં અંદાજિત એક લાખ લોકો એકઠા થયા હતા, પરંતુ અધિકારીઓ પાસેથી પરવાનગી ન લીધી હોવાના કારણે તેઓ આ કામ નહોતા કરી શક્યા. આથી શનિવારે શહેરમાં થયેલું માસ કન્વર્ઝેશન ગુજરાતમાં પાછલા કેટલાક વર્ષોમાં સૌથી મોટી ઘટના છે.