શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 3 ફેબ્રુઆરી 2018 (13:16 IST)

નગરપાલિકાની ચૂંટણીમાં ફટાફટ રાજીનામાં પડતાં ભાજપની ચિંતા વધી

નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો આજે છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ દ્વારા મેન્ડેટ આપવાનું શરૂં થતાં જ આજે ભાજપમાં ભડકો થયો છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપ સામે કામ કરીને હરાવવાની જેમની ભૂમિકા હતી એવા અનેક લોકોને ટિકિટો આપવામાં આવી છે. ખરેખર તેમને પક્ષમાંથી હાંકી કાઢવાની જરૂર હતી તેમને ટિકિટ આપવામાં આવતાં પક્ષમાં વિરોધ શરુ થયો છે અને રાજીનામા પડી રહ્યાં છે. 75 નગરપાલિકાની 2116 બેઠક માટે મેન્ડેટ આપવાના થાય છે તે મેન્ડેટ જિલ્લા ભાજપ તરફથી આપી દેવાયા છે. તેમાં ભાજપ વિરૂદ્ધ કામ કરનારા અને કોંગ્રેસમાંથી આયાત કરેલાં ઉમેદવારો સામે ભારે વિરોધ થયો છે. અનેક શહારોમાં તેની અસર થઈ છે. મોટાભાગે અંદરથી વિરોધ છે પણ કરજણ નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ટિકિટ આપતાં જ ભડકો જાહરમાં આવ્યો છે. ભાજપના ઉપપ્રમુખ હીરાલાલ માઠીને ટિકિટ ન આપતાં અને વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે કામ કરનારને ટિકિટ આપતાં 12 લોકોએ રાજીનામા આપી દીધા છે. જેમાં ભાજપના ઉપપ્રમુખ હીરાલાલે પણ રાજીનામુ ધરી દેતાં ભાજપને આંચકો લાગ્યો છે.