રવિવાર, 5 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 1 જૂન 2018 (12:47 IST)

સાવરકૂંડલાનો બનાવ, એક સિંહ અને 10 નિલગાયોને મારીને કૂવામાં નાંખી દીધા

સાવરકૂંડલાના લીખાળા ગામમાં એક ચકચાર મચાવનાર બનાવ વનવિભાગના ધ્યાનમાં આવતા વનકર્મીઓ દોડતાં થઈ ગયાં છે. વનવિભાગની પ્રાથમિક તપાસમાં એક સિંહ અને 10 નીલગાયને મારી નાંખી આ કૂવામાં કોઇ ફેંકી ગયાનું ખુલતા જીવદયાપ્રેમીઓમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. ઘટનાસ્થળે વન વિભાગનો કાફલો પહોંચી ગયો છે અને અધિકારીઓએ તપાસ હાથ ધરી છે. લીખાળા ગામે 50 ફૂટ ઊંડા કૂવામાં 30 ફૂટ જેટલું પાણી ભરેલું છે. એક સિંહ અને 10 નીલગાયના મૃતદેહો આ કૂવામાં છેલ્લા ત્રણ દિવસથી પડ્યા હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ આજે પોલીસ અને વન વિભાગ સફાળુ જાગ્યું છે અને કાફલા સાથે પહોંચી તપાસ હાથ ધરી છે. આ અંગે ધારી ગીરના ઇન્ચાર્જ ડીએફઓ સકીરા બેગમે જણાવ્યું છે કે, આખી ઘટના શંકાસ્પદ છે અમારી ટીમો તપાસ કરી રહી છે, અલગ અલગ દિશામાં સાંજ સુધીમાં ઘટના ક્લિયર થઈ જશે.