સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 13 જૂન 2018 (12:14 IST)

સીએમ રૂપાણીએ પોતાનો કાફલો રોકીને અકસ્માત પિડીતોને હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી કરાવી

મુખ્યમંત્રી વિજય રૂપાણી  અમદાવાદ જઇ રહ્યા હતા. ત્યારે સુઘડ પાસે બાઇક સવાર બે યુવકને અકસ્માત થતા તાત્કાલિક પોતાનો કાફલો રોકાવી દીધો હતો અને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલમાં ખેસડવાની કાર્યવાહી કરાવી હતી.રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી મંગળવારે સવારે અમદાવાદ કાર્યક્રમમાં જઇ રહ્યા હતા ત્યારે સુઘઢ અમિયાપુર પાસે બે બાઇક સવાર યુવક 36 વર્ષિય નીતિન નાવડિયા (રહે. સરગાસણ) અને 45 વર્ષિય દિપસિંહ સલાટ ઇજાગ્રસ્ત થયા હતા.તે સમય દરમિયાન જ સીએમ રૂપાણીનો કાફલો ત્યાંથી પસાર થઇ રહ્યો હતો. ત્યારે કાફલો રોકાવી 108 મારફતે બંને ઇજાગ્રસ્ત યુવકોને ગાંધીનગર સિવિલમાં લઇ જવા માટેના આદેશો કર્યા હતા. બંને યુવકોને લઇને સિવિલના આરએમઓ ડૉ. રાજેન્દ્ર ચૌહાણે કહ્યું કે સવારે બે યુવકોને તાત્કાલિક સારવાર વિભાગમાં લાવવામાં આવ્યા હતા. જેમાં એકને માથામાં ઇજા થઇ હતી અને હાથમાં ફ્રેક્ચર થયું હતું. અન્ય યુવાનને પગે ફ્રેક્ચર થયુ હતુ. બંને યુવકોને સર્જન દ્વારા તપાસ કરવામાં આવી હતી. પરંતુ ઇજા ગંભીર હોવાથી અમદાવાદ સિવિલમાં સારવાર અર્થે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી દિપસિંહ ગાંધીનગરનીખાનગી હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા હતા.