શુક્રવાર, 27 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 8 જૂન 2018 (12:31 IST)

વડોદરામાં ચાલી રહેલી ચિંતન શિબિરમાં સીએમ રૂપાણી સહિતના મંત્રીઓએ યોગ કર્યાં

વડોદરામાં ચાલી રહેલી રાજ્ય સરકારની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. ચિંતન શિબિરના બીજા દિવસે યોગ સાથે શિબિરની શરૂઆત થઇ હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મંત્રીઓએ યોગ કર્યા હતા. વડોદરા શહેરના જીએસએફસી પરિસરમાં ચિંતન શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.
ચિંતન શિબિરના બીજા દિવસે પ્રથમ સત્રમાં કૃષિ મંત્રી આર.સી.ફળદુના અધ્યક્ષસ્થાને કૃષિમાં તકો વિશે કેટલીક અંતર્ગત ચર્ચા કરાશે અને આઇઆઇએમ, અમદાવાદના સુખપાલસિંહ તર્જજ્ઞ તરીકે હાજર રહેશે. જ્યારે લંચના પહેલાંના બીજા સત્રમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કૈલાશનાથનના અધ્યક્ષસ્થાને ચેલેન્જીસ ઇન રૂરલ એડમિનિસ્ટ્રેશન અને રૂરલ ડેવલપમેન્ટ વિષય પર ચર્ચા કરાશે અને તેમાં કેન્દ્રના ગ્રામ વિકાસ સચિવ અમરજીતસિંઘ માર્ગદર્શન આપશે. જીએસએફસી પરિસરમાં આયોજિત ચિંતન શિબિરમાં બપોર બાદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં જાહેર આરોગ્ય ક્ષેત્રે પડકાર વિષય પર માતા અને બાળ મૃત્યુ દર, કુપોષણ સહિતની બાબતો પર ચિંતન કરાશે.