મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By
Last Modified: શુક્રવાર, 1 જૂન 2018 (00:26 IST)

માન્યતાઓ - 5 વસ્તુઓ ઘરના મંદિરમાં મુકશો તો દુર્ભાગ્ય ક્યારેય પીછો નહી છોડે

જો કોઈની કુંડળીમાં ગ્રહોના શુભ યોગ છે પણ ઘરમાં વાસ્તુ દોષ છે કે અન્ય કોઈ દોષ છે તો જીવનમાં પરેશાનીઓ કાયમ રહે છે. ઘરના દોષને કારણે કુંડળીના શુભ યોગ પણ બેઅસર થઈ શકે છે.  દેવી-દેવતાઓની કૃપા મેળવવા માટે ઘરના મંદિરમા બનાવવામા આવે છે. કેટલીક વસ્તુઓ એવી છે જે ઘરના મંદિરમાં ન મુકવી જોઈએ.  જ્યોતિષ મુજબ ઘરના મંદિરમા વર્જિત કેટલીક વસ્તુઓ મુકવાથી દુર્ભાગ્ય પીછો છોડતી નથી. જાણો કંઈ કંઈ છે એ વસ્તુઓ... 
 
- ઘરના મંદિરમાં ક્યારેય પણ મૃત લોકોની ફોટો ન મુકવી જોઈએ. મૃત લોકોની ફોટો લગાવવા માટે દક્ષિણ દિશા ઠીક રહે છે. મંદિરમાં ભગવાન સ્સાથે આવી તસ્વીરો મુકવાથી દુર્ભાગ્ય વધી શકે છે. 
 
- મંદિરમાં ખંડિત મૂર્તિ ન મુકવી જોઈએ જો તમારા ઘરમાં ભગવાનની કોઈપણ મૂર્તિ ખંડિત છે તો તેને જલ્દી હટાવી દેવી જોઈએ. તૂટેલી મૂર્તિની પૂજા કરવાથી પુર્ણ ફળ મળી શકતુ નથી. 
- મંદિરમાં વાસી ફૂલ ન મુકવા જોઈએ. તેનાથી ગંદકી પણ થાય છે અને વાસ્તુ દોષ પણ વધે છે.  તેથી સવારે ચઢાએલ ફુલ સાંજે હટાવી લેવા જોઈએ. 
 
- જો તમે ઘરના મંદિરમાં શિવલિંગ મુકવા ઈચ્છો છો તો ખૂબ નાનુ શિવલિંગ મુકવુ જોઈએ. વધુ મોટુ શિવલિંગ ઘરમાં ન મુકવુ જોઈએ. 
 
- કોઈ એક દેવી દેવતાની ખૂબ વધુ મૂર્તિયો ન મુકવી જોઈએ. ફક્ત ગણેશજીની સમ સંખ્યામાં મૂર્તિ મુકી શકો છો. સમ સંખ્યા મતલબ 2, 4, 6 વગેરે.