શનિવાર, 28 ડિસેમ્બર 2024
  1. ધર્મ
  2. હિન્દુ
  3. હિન્દુ ધર્મ વિશે
Written By

સવાર સવારે કરો આ 8 ઉપાય તમારુ દુર્ભાગ્ય સૌભાગ્યમાં બદલાય જશે

દરેકના જીવનમાં સમસ્યાઓ આવતી જતી રહે છે. પણ કેટલાક લોકો એવા પણ હોય છે જેમના જીવનમાં હંમેશા કંઈક ને કંઈક સમસ્યા કાયમ રહે છે.  જો તમારા જીવનમાં પણ સતત સમસ્યાઓ બની છે તો કેટલાક સહેલા ઉપાય કરી તમે આ પરેશાનીઓમાંથી છુટકારો મેળવી શકાય છે. 
 
1. સવારે ઉઠતા જ તમારા હાથની બંને હથેળીઓને જોડીને થોડી વાર જુઓ અને આ મંત્ર બોલો. 
 કરાગ્રે વસતે લક્ષ્મી કરમધ્યે સરસ્વતી
કલમૂલે તુ ગોવિંદ પ્રભાતે કરદર્શનમ.. 
2. સવારે સ્નાન વગેરે કર્યા પછી ફૂલ, અગરબત્તી, દીવો વગેરેથી ભગવાનની પૂજા કરો. તેનાથી પણ દેવતા પ્રસન્ન થાય છે. ફૂલ તાજા જ હોવા જોઈએ. ભગવાન શ્રીકૃષ્ણને તુલસી જરૂર અર્પિત કરો. 
 
3. સવારે સૂર્યદેવને તાંબાના લોટાથી અર્ધ્ય આપો. તેનાથી પિતરોની કૃપા સદા તમારા પર કાયમ રહેશે. તાબાના પાણીમાં કંકુમ અને લાલ ફૂલ પણ હોવા જોઈએ. જેનાથી સૂર્યદેવ પણ પ્રસન્ન થાય છે. 
 
4. રોજ સવારે સ્નાન વગેરે કર્યા પછી ગાયત્રી મંત્રનો જાપ જરૂર કરો. તેનાથી તમારી અંદર કામ કરવાની ક્ષમતાનો વિકાસ થશે. 
 
ॐ भूर्भुवः स्वः । तत् सवितुर्वरेण्यं । भर्गो देवस्य धीमहि । धियो यो नः प्रचोदयात् ॥
 
5. સવારે પૂજા વગેરે કર્યા પછી તુલસીના છોડ સામે ગાયના ઘીનો દીવો જરૂર લગાવો. તેનાથી ઘરમાં પૉઝીટીવ એનર્જી કાયમ રહે છે અને નેગેટિવ એનર્જી ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. 

 
6. રોજ સવારે ઘરેથી નીકળતા પહેલા તમારા વડીલોના પગે પડીને તેમના આશીર્વાદ લો. આવુ કરવાથી તમારા બગડતા કામ બનવા માંડશે અને તમારા તરક્કીના રસ્તા આપમેળે જ ખુલી જશો. 
 
7. સવારે ઘરમાં બનેલી પ્રથમ રોટી ગાયને ખવડાવો. તેનાથી દેવતાઓની કૃપા તમારા પર કાયમ રહેશે. કારણ કે ગાયમાં બધા દેવતાઓનો વાસ માનવામાં આવે છે. આ શક્ય ન હોય તો લીલુ ઘાસ પણ ખવડાવી શકો છો. 
 
8. સવારે સ્નાન વગેરે કર્યા પછી નિકટ આવેલ કોઈ કુવા કે તળાવમાં માછલીઓને લોટની ગોળીઓ બનાવીને ખવડાવો. તેનાથી માતા લક્ષ્મી તમારા પર પ્રસન્ન થશે. ધનની સમસ્યાનુ નિરાકરણ થશે.