ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. લાઈફ સ્ટાઈલ
  2. આરોગ્ય
  3. ઘરેલુ ઉપચાર
Written By

લવિંગથી કરો આ બીમારીઓનો ઉપાય, જાણો આ 8 ઉપાય

ભારતના રસોડામાં વપરાતા અનેક મસાલાઓમાં આરોગ્ય સંબંધી અનેક રહસ્યો છિપાયા છે. ઈલાયચી, જીરુ, ધાણા અને લવિંગ ખાવાથી આરોગ્ય સંબંધી અનેક પરેશાનીઓમાંથી રાહત મેળવી શકાય છે. આજે અમે તમને લવિંગના ફાયદા વિશે બતાવી રહ્યા છીએ. જે શરદી ખાંસી અને તાવ જેવી બીમારીઓ માટે રામબાણ છે. 
 
1. લવિંગનુ સેવન કરવાથી પાચન પ્રક્રિયા સારી રહે છે. 
2. પેટ સાથે જોડાયેલ પરેશાનીઓ અને ભૂખ ન લાગવાથી પરેશાન છો તો લવિંગનુ સેવન જરૂર કરો. 
3. મોઢામાં ચાંદા પડ્યા હોય તો લવિંગ ચાવવાથી ફાયદો થાય છે. 
4. શરદી અને તાવ આવતા 1 ગ્લાસ પાણીમાં 1-2 લવિંગ મિક્સ કરીને પીવાથી રાહત મળે છે. 
5. ગળાનો સોજો અને ગરદન પર દુખાવો થતા લવિંગના તેલનો ઉપયોગ કરો. તેનાથી આરામ મળશે. 
6. લવિંગને તવા પર હલકા સોનેરી થતા સુધી સેકો અને ચાવો. તેનાથી મોઢાની દુર્ગંધ દૂર થઈ જશે. 
7. દાંતમાં દુખાવો છે તો લીંબૂના રસમાં 2 લવિંગ વાટીને દુખનારા દાંત પર લગાવી દો. તેનથી દાંતનો દુખાવો દૂર થઈ જશે. 
8. પેટમાં ગેસની તકલીફથી પરેશાન છો તો એ માટે એક કપ ઉકળતા પાણીમાં 2 લવિંગ નાખી દો. હવે એ ઠંડુ થઈ જાય તો પી લો.