બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 20 જૂન 2018 (13:23 IST)

૯માં ધોરણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી કોલગર્લ દર્શાવી

ધોરણ ૯માં અભ્યાસ કરતી એક વેપારીની દીકરીના મોબાઈલમાંથી ઈન્સ્ટાગ્રામનો પાસવર્ડ બદલીને કોઈએ તેને સોશિયલ મીડિયામાં કોર્લગર્લ તરીકે ચીતરી હોવાની ફરિયાદ સરદારનગર પોલીસમાં નોંધાઈ છે. વેપારીએ દીકરીના ફોનમાંથી ઈન્સ્ટાગ્રામ એપ્લિકેશન ઓપન કરતા તેના પાસવર્ડ પણ બદલાઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું. સરદારનગર પોલીસે આઈ.ટી.એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સરદારનગરમાં રહેતા અને ઘર નજીક જ વેપાર કરતા વેપારીએ પોલીસ ફરિયાદ કરી છે કે, પરિવારમાં પત્ની ઉપરાંત બે સંતાન છે. જે પૈકી મોટી દીકરી ધોરણ ૯માં અભ્યાસ કરે છે. ગત શુક્રવારે તે પરિવારના સભ્યો સાથે જમવા બેઠા હતા ત્યારે એક પરિચિતે વેપારીને ફોન કરી ઈન્સ્ટાગ્રામ પર તેમની દીકરી વિશે બિભત્સ લખાણ અને ફોટા હોવાની જાણ કરી હતી. વેપારીએ પત્ની અને દીકરીને પૂછતા બન્ને રડવા લાગ્યા હતા અને પત્નીએ કબૂલાત કરી હતી કે, કોઈએ તેમની દીકરીનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક કરી નાખ્યું છે. તેના પર કોઈ અન્ય યુવતીના નગ્ન ફોટા તથા ભાવ મૂકીને તેને કોર્લગર્લ ચીતરવામાં આવી છે. વેપારીએ દીકરીના ફોનમાંથી ઈન્સ્ટાગ્રામ ઓપન કરતા તેનો પાસવર્ડ પણ બદલાઈ ગયો હતો. સરદારનગર પોલીસે આઈ.ટી.એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પોલીસના સાયબર એક્સપર્ટ દ્વારા શંકા વ્યક્ત કરાઈ છે કે, મોટા ભાગે સોશિયલ મીડિયામાં આ રીતે બદનામી કરનારી વ્યક્તિ પરિચિત હોવાનું અત્યાર સુધીના કિસ્સામાં સામે આવ્યું છે. સરદારનગરના કિસ્સામાં પણ દીકરીનો ફોન કે તેનો પાસવર્ડ યુઝ કરી શકે તેવી કોઈ પરિચિત વ્યક્તિ જ હોવાની શક્યતા વધુ છે.