શનિવાર, 23 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 26 જૂન 2018 (13:08 IST)

મહેમદાવાદની દિવ્યાંગ ગૌરીને વર્લ્ડ પેરા એથ્લેટિકમાં સિલ્વર મેડલ

મહેમદાવાદ તાલુકાનાં હરીપુરા લાટની દિવ્યાંગ દિકરીએ વર્લ્ડ પેરા એથલેટીમાં ભારતને અનોખી સિધ્ધી અપાવી છે. તાજેતરમાં તેણે ટયુનિશિયામાં યોજાયેલી આંતરરાષ્ટ્રિય સ્પર્ધામાં જ્વલંત સફળતા મેળવી ગુજરાતનું નામ રોશન કર્યું છે. ગામડાની આ છોકરી દિવ્યાંગ હોવાં છતાં ભાલાફેંકની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે.અને આગામી સમયમાં તેએશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ મેળવવાનું સ્વપ્ન સેવી રહી છે. 'મન હોય તો માંડવે જવાય' આ પંક્તિને મહેમદાવાદની દિવ્યાંગ દિકરીએ ચરિતાર્થ કરી બતાવી છે. તાલુકાનાં હરીપુરાલાટ ગામે રહેતાં બંને પગે દિવ્યાંગ ગૌરીબેન પટેલે પેરાએથલેટીક સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો છે. થોડા સમય અગાઉ તેઓ ટયુનિશિયા ખાતે યોજાયેલ વર્લ્ડ પેરાએથલેટીક ગ્રાન્ડ પીક્સ ટુર્નામેન્ટમાં ભાગ લેવા પહોંચ્યા હતા. જ્યાં યોજાએલ આ એથલેટિક રમતોત્સવમાં દુનિયાના વિવિધ દેશોનાં રમતવીરો ભાગ લેવા આવ્યાં હતાં. જેમાં ગૌરી પટેલે ભાલાફેક સ્પર્ધામાં ભાગ લીધો હતો. તેમની સામે ભાલાફેક સ્પર્ધામાં અન્ય છ દેશોનાં દિવ્યાંગ બહેનો સ્પર્ધક હતા. જેમાંથી ચાર ફાઈનલ માટે ક્વોલીફાઈડ થયાં હતા. અને ફાઈનલમાં ગૌરી પટેલે બીજા ક્રમાંકે રહી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે. તે પોતે દિવ્યાંંગ હોવા છતા દ્રઢ મનોબળ અને કાંઇક કરી છુટવાની ખેવના સાથે તેમને આ સફર ચાલુ કરી હતી. સૌ પ્રથમ ૨૦૧૨માં ખેલ મહા કુંભમાં ભાગ લીધો અને વિજેતા થતાં તેમને આત્મવિશ્વાસ દ્રઢ થતા આગળ પણ તેમને સફર ચાલુ રાખી છે. અત્યાર સુધીમાં રાષ્ટ્રીય કક્ષાએ તેમણે ૮ મેડલ મેળવ્યા છે. અત્યાર સુધીની સફરમાં તેઓ સ્વખર્ચે દેશ-વિદેશોમાં ભાગ લેવા માટે જાય છે. કારણ કે તેમને કોઇ પણ પ્રકારની ટ્રેનિંગ કે સહાય મળતી નથી. છતાં પોતાના અર્થાગ પ્રયત્ન અને આત્મવિશ્વાસ થકી તેઓ સફળતા મેળવે છે. તેમની પાસે કોઇ ટ્રેનર નથી. તેઓ પોતે એકલા ભાલાફેંકની પ્રેક્ટિસ કરે છે. ચાર ચોપડી પાસ ગૌરી દિવ્યાંંગ હોવાને કારણે આગળ અભ્યાસ કરી શકી ન હતી. પોતનું ગુજરાન ચલાવવા માટે પોતાનાં ગામમાં નાની કરીયાણાંની દુકાન થકી પોતાનુ ગુજરાન ચલાવે છે. જેના થકી તેઓ કોઈનાં પર નિર્ભર રહે નહીં. જ્યાં પણ રમત હોય ત્યાં પોતે પોતાનું રજીસ્ટે્રશન પહેલુ કરાવે છે. પોતાના ઘરના સભ્યોના સાથ સહકારનાં કારણે તેઓ પોતે આ કરી શકે છે તેમ તેમનું કહેવું છે.