ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 7 જાન્યુઆરી 2022 (12:51 IST)

હિંમતનગર સાયન્સ કોલેજમાં M.Scના 78માંથી માત્ર 4 જ વિદ્યાર્થીએ પરીક્ષા આપી!

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની 6 જાન્યુઆરી ગુરૂવારથી પરીક્ષા શરૂ થતાં હિંમતનગર સાયન્સ કોલેજમાં એમએસસી સેમ-3 ના 78 પૈકી માત્ર 4 વિદ્યાર્થીઓએ પરીક્ષાખંડમાં આપી હતી. જ્યારે 74 વિદ્યાર્થીઓએ ઓનલાઇન પરીક્ષાના શમણાં સેવી પલાયનવાદને પ્રાધાન્ય આપ્યું હતું. આનાથી ઉલટુ એમ.એ. એમકોમ ના સેમ-3ના 601 વિદ્યાર્થીઓ પૈકી 581 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
 
હિંમતનગરની એસએસ મહેતા આર્ટસ અને એમએમ પટેલ કોલેજના એમ.એ. એમકોમ ના સેમ -3 ના 581 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાં 20 વિદ્યાર્થી ગે.હા. રહ્યા હતા. એટલે કે 96 ટકા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જ્યારે એમ.એસ.સી. સેમ-3 ના 78 પૈકી માત્ર 04 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.