ગુરુવાર, 28 માર્ચ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 27 જૂન 2018 (11:41 IST)

યુવતીને સોશિયલ મીડિયા પર મિત્રતા ભારે પડી, યુવકે ધમકીઓ આપી વારંવાર બળાત્કાર કર્યો

મંગળવારે એક મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં બળાત્કારની ફરિયાદ નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે 2015માં સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવેલા શખ્સે તેની સાથે બળાત્કાર કર્યો છે. સિવિલ હૉસ્પિટલ કેમ્પસમાં આવેલી ગુજરાત ઈન્સ્ટીટ્યૂટ ઓફ નર્સિંગ એજ્યુકેશન એંડ રિસર્ચની પૂર્વ વિદ્યાર્થિનીની ફરિયાદ પ્રમાણે, 2015માં પાંડાવાણિયા ગામના યુવક ધ્રુવિત પટેલના સંપર્કમાં આવી હતી. સોશિયલ મીડિયા દ્વારા સંપર્કમાં આવ્યા બાદ બંને દરરોજ ફોન પર વાતો કરતા હતા.
ઓક્ટોબર 2015માં આરોપી ધ્રુવિતે મહિલાને જણાવ્યું કે, પોતે તેને મળવા અમદાવાદ આવી રહ્યો છે. ધ્રુવિત મહિલાને કોલેજના કેમ્પસમાંથી ફરવા જવાનું કહીને ગીતા મંદિર પાસે આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો. જ્યાં તેણે મહિલા સાથે જબરદસ્તી કરી બળાત્કાર ગુજાર્યો. પીડિતાના જણાવ્યા પ્રમાણે, ધ્રુવિતે તેના બિભત્સ ફોટો પણ પાડ્યા અને ચૂપ રહેવાની ધમકી આપી.
પીડિત મહિલાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી FIR પ્રમાણે, બિભત્સ તસવીરોનો ઉપયોગ કરીને ધ્રુવિત અવારનવાર શારીરિક સંબંધ બાંધવા મહિલાને મજબૂર કરતો હતો. જ્યારે પીડિતાએ તેને ફોન ન કરવાનું કહ્યું ત્યારે ધ્રુવિતે તેને બિભત્સ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાની તેમજ પીડિતાના પિતાને તસવીરો મોકલી આપવાની ધમકી આપી.પીડિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, “મેં વિચાર્યું કે જો હું તેની વાત નહીં માનું તો મારું કરિયર ખતમ થઈ જશે અને મારા પિતાને આ વાતની જાણ થશે તો મને સજા આપશે. એટલે મેં આ વાત કોઈને ના કરી. બે મહિના પહેલા ફરીથી ધ્રુવિતે ફોન કરીને મારી સાથે શારીરિક સંબંધ બાંધવાની માગ કરી એટલે આખરે મેં પિતાને સમગ્ર હકીકત જણાવી.