1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 22 નવેમ્બર 2018 (17:07 IST)

અનામત માટે હાર્દિક પટેલે ઓબીસી પંચને રજુઆત કરી

તાજેતરમાં મહારાષ્ટ્ર સરકારે મરાઠા જાતિને અનામત આપવાની જાહેરાત કરતા તેની અસર મહારાષ્ટ્ર કરતા ગુજરાતમાં વધુ થઇ છે. આ નિર્ણયને પગલે ગુજરતમાં અનામત આપવાની માગ કરતા પાટીદાર નેતાઓ પણ ફરી સક્રિય બન્યા છે. આજે હાર્દિક પટેલના ગ્રીનવૂડ નિવાસસ્થાનેથી ગુજરાત પાસના 25 કન્વીનરો પછાત વર્ગો માટેના ઓ.બી.સી.પંચને મળવા માટે ગયા હતા. જ્યાં પાટીદારોને અનામત આપવા મુદ્દે ઓ.બી.સી. પંચ સમક્ષ રજૂઆત કરી હતી. ત્યાર બાદ હાર્દિક પટેલે કહ્યું કે, 3 વર્ષના અંતે ઓબીસી કમિશનને લેખિત રજૂઆત કરવામાં આવી છે. અનામત મળે એવા પૂરા ચાન્સ છે. ઓબીસી પંચ તરફથી સારો પ્રતિસાદ મળ્યો છે. બંધારણના નામે અત્યાર સુધી ગુમરાહ કરવાનું કામ કર્યું છે. હું ઓબીસી પંચનો આભાર માનું છું.મહારાષ્ટ્રમાં મરાઠાઓને અનામત આપવાને લઇ કરવામાં આવેલી જાહેરાતની પેટર્ન મુજબ અનામત આપવાની પણ ચર્ચા કરશે. તેમજ સમાજિક શૈક્ષણિક પછાત પણાનો સર્વે કરવા માટે અપીલ કરશે. આ સર્વેની કમિટીમાં પાટીદાર અનામત અદોલનના સમિતિના 5 સભ્યોને લઈ સર્વે કરવવામાં આવે તેવી માંગ પણ કરવામાં આવશે.મહારાષ્ટ્રમાં મરાઠા સમાજને બંધારણીય પ્રક્રિયાના આધારે અનામત આપવા અંગેનો મારે નિર્ણય કર્યો છે, ત્યારે ગુજરાતમાં પણ પાટીદાર અનામત આંદોલન ચલાવી રહેલા હાર્દિક પટેલને એકાએક ખબર પડી કે ગુજરાતમાં ચાલી રહેલા પંચ સમક્ષ સર્વે માટેની કામગીરી કરીને પ્રક્રિયા કરવાથી અનામત મળી શકે છે. જેથી હાર્દિક પટેલે હવે સુજ્ઞાબેન પંચ સમક્ષ સર્વે કરવા માટેની રજૂઆત માટેનો સમય માંગ્યો છે, જેમાં જણાવ્યું છે કે 21 સભ્યોની ટીમ પંચ સમક્ષ રજૂઆત કરવા માટે આવશે.