સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 29 નવેમ્બર 2018 (11:52 IST)

ગુજરાતમાં સુરત જિલ્લામાં ખેડૂતોની સબસીડી માટેની 20,164 અરજી પેન્ડીંગ

સુરત જિલ્લામાં સ્માર્ટ વિલેજ બનાવવાની થઇ રહેલી વાતો વચ્ચે નવ તાલુકામાં ટ્રેકટર, પંપ, પાવર સહિત ના   ખેત ઉપયોગી સાધનોની સબસીડી માટે થયેલી અરજીમાં આ વર્ષે જ ૭૪૪૬ અરજીઓ પેન્ડીંગ છે. અને ૩૫,૦૦૦ ખેડુતોએ વીજ કનેકશન માટે અરજી કર્યા પછી પેન્ડીંગ રાખવામાં આવી છે.
રાજય સરકાર કે કેન્દ્વ સરકાર ખેડુતોની આવક બમણી કરવાની મોટી મોટી વાતો કરે છે.જેમાં સ્માર્ટ ગામડુ પણ આવી જાય છે. આ બધી વાતો વચ્ચે ખેડુતોની ખેતીપાક માટે પાયાની જરૂરિયાત છે,એવા સાધનો માટે જે સબસીડી અપાય છે. તે સબસીડી માટેની અરજીઓનો જ ઝડપથી નિકાલ થતો નથી.  ખેતીના વિકાસ માટેના આધુનિક સાધનોથી જો ખેડુતો વંચિત રહેતા હોય તો ગામડાનો વિકાસ કેવી રીતે થશે ? તે એક પ્રશ્ન છે. માત્ર ખેતી જ નહીં વીજ કનેકશન માટે પણ સમ્રગ તાલુકામાં ૩૫૦૦૦ જેટલી અરજીઓ પેન્ડીંગ છે.
આ સિવાય તલાટીઓની ૭૫, ગ્રામ્ય સેવકની ૮૪, પશુ ચિકિત્સકની ૧૨ જગ્યાઓ ખાલી છે. શિક્ષણમાં પણ પ્રાથમિક શાળામાં ભાષા શિક્ષકની ૧૫, ગણિતના ૫૮, સામાજિકના ૫૩ શિક્ષકોની ભરતી થઇ નથી.જયારે આરોગ્યની વાત કરીએ તો પ્રાથમિક સારવાર કેન્દ્વો પર તબીબની ૧૫, ફીમેલ હેલ્થ વર્કરની ૯૦, મલ્ટી પર્પજ હેલ્થ વર્કરની ૫૧, ફાર્માસીસ્ટની ૫૧, સ્ટાફ નર્સની ૨૯ જગ્યાઓ ખાલી છે.
આ થઇ ખેતી, શિક્ષણ, આરોગ્યની વાત. તો રોડ રસ્તાઓમાં પણ નવ તાલુકામાં આશરે ૨૯૬.૭૮ કિલોમીટર જેટલા કાચા તથા મેટલીંગ નોન પ્લાનીંગ રસ્તાઓ બિસ્માર હાલતમાં છે. જેને તત્કાળ રીપેર કરવાની જરૂરિયાત છે. આમ એક બાજુ સ્માર્ટ વિલેજ અને ખેડુતોની આવક બમણી ની વાતો થાય છે. અને બીજી બાજુ જેની તાતી જરૂરિયાત છે તેના પ્રત્યે જ ધ્યાન અપાતુ નથી. આથી પાયાના કામો પહેલા પૂર્ણ કરવા પડે અને ખેડુતોની જરૂરિયાત તરફ પુરતુ ધ્યાન અપાઇ તો જ ખેડુતોનું ભલુ થાય તેમ છે.
એક આંકડા અનુસાર ખેડુતોએ ટ્રેકટર, પ્લાઉ, કલ્ટીવેટર, પંપ, ડીશ,પાઇપ લાઇન, પંપસેટ તથા ખેત પાક માટે બીજા સાધનો માટે મળતી સબસીડી માટે જે અરજી કરાઇ છે. તેમાં ૨૦૧૬-૧૭માં ૨૩૧૧,૨૦૧૭-૧૮માં ૧૦,૪૦૭, ૨૦૧૮-૧૯ માં ૭૪૪૬ અરજીઓ પેન્ડીગ છે.