મંગળવાર, 24 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 મે 2019 (12:29 IST)

મહીસાગર નદીમાં 5 જાનૈયાઓ ડૂબ્યા, 3 મહિલાઓ સહિત એક બાળકનું મોત

મોરબીથી જાનમાં આવેલા જાનૈયાઓમાંથી કેટલાક લોકો મહિસાગર નદીમાં નાહ્વા પડ્યા હતાં. જેમાં તેઓ ઉંડાણમાં તણાયા હોવાનું માલુમ પડ્યું છે. ઉમરેઠના પ્રતાપપુરાની આ ઘટનામાં 3 મહિલાઓ સહિત એક બાળકનું મોત થયાનું માલુમ પડ્યું છે. નદીમાં નહ્વાા પડેલા કેટલાક લોકોને તો બચાવી લેવાયા હોવાનું પણ જાણવા મળ્યું છે. આ ઘટના બાદ સમગ્ર પ્રસંગમાં માતમ છવાઈ ગયો છે ઉમરેઠના પ્રતાપપુરાની આ ઘટના છે. જ્યાં મહીસાગર નદીમાં પાંચ લોકો ન્હાવા પડ્યા હતા. જે બાદ તેઓ ઊંડા પાણીમાં ખેંચાઇ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે. મૃતકોમાં એક બાળક અને ત્રણ મહિલાઓનો સમાવેશ થાય છે. જ્યારે એકને બચાવી લેવાયો છે. ઉપરાંત જાન મોરબીથી આવી હતી. નદીમાં ડૂબનાર લોકો જાનૈયા હતા. આ ઘટનાને પગલે ભારે અરેરાટી વ્યાપી છે. હાલ પોલીસ સહિત તંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી છે.