શુક્રવાર, 15 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 6 માર્ચ 2019 (13:39 IST)

સુરતમાં નેપાળી વોચમેને રાંઘણ ગેસ પીધા બાદ આપઘાતનો પ્રયાસ કર્યો

સુરતની સિવિલ હોસ્પિટલમાં એક અજીબો ગરીબ કેસ સામે આવ્યો છે. શહેરના રૂસ્તમપુરામાં એક નેપાળી વોચમેને LPG ગેસ પી આપઘાતનો પ્રયાસ કર્યો છે. LPG પી જતા બેભાન થઇ ગયેલા પુરૂંન ટુનારને તાત્કાલીક સારવાર માટે સુરતની સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલ પુરૂંનની તબિયત નાજુક છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના રૂસ્તમપુરાના કોનીર્ક એપાર્ટમેન્ટમાં પુરૂંન પિરિન ટુનાર વોચમેન તરીકે કામ કરી રહ્યો છે. પત્ની અને ત્રણ બાળકો સાથે રહેતો હોવાનું જાણવા મળ્યું છે. મંગળવાર રાત્રે પુરૂંને દારૂના નશામાં LPG ગેસ બોટલની પાઇપ મોઢામાં લઇ રેગ્યુલેટર ચાલુ કરી ગેસ પી લીધો હતો અને તે બેભાન થઇ ગયો હતો. ઘટનાની જાણ થતા તાત્કાલીક પુરૂંનને સારવાર માટે સુરત સિવિલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં પુરૂંનનો કેસ જોઇ ડોક્ટરો પણ ચોંકી ઉઠ્યા હતા. સિવિલના તબીબો દ્વારા પુરૂંને ઇમર્જન્સીમાં ઓક્સિજન આપી તેને ભાનમાં લાવવાનો પ્રયાસ કરાયો હતો. જો કે, LPG ગેસની અરસ વધુ થવાથી હાલ પુરૂંની તબિયત નાજુક છે.સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, પુરૂંન પિરિન ટુનાર (ઉ.વ. 30) રૂસ્તમપુરાના કોનીર્ક એપાર્ટમેન્ટમાં વોચમેન તરીકે કામ કરી રહ્યો છે. પત્ની અને 3 સંતાન સાથે રહેતા હોવાનું જાણવા મળ્યું છે. મંગળવારની રાત્રે પુરુંને દારૂના નશામાં LPG ગેસ બોટલનો પાઇપ મોઢામાં લઈ રેગ્યુલેટર ચાલુ કરી ગેસ પી લીધો હતો. જોકે ઘટનાની જાણ બાદ તાત્કાલિક પુરૂંનને સારવાર માટે સિવિલ લઈ આવ્યા હતાં.