શુક્રવાર, 6 ડિસેમ્બર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: બુધવાર, 6 નવેમ્બર 2024 (12:51 IST)

સાવરકુંડલાને મળી 122 કરોડની ભેટ, CM ભૂપેન્દ્ર પટેલે પીએમ મોદીનો માન્યો આભાર

cm bhupendra patel
Gujarat Savarkundla 122 Crores Development Projects: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તેમની દિવાળી ભેટ માટે આભાર વ્યક્ત કર્યો છે.  ઉલ્લેખનીય છે પીએમ મોદીએ પવિત્ર તહેવાર પર ગુજરાતને 4800 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપી છે.  તેમાથી 122 કરોડ રૂપિયાબ્ના વિકાસ પ્રોજેક્ટ સાવરકુંડલા ક્ષેત્રને મળે છે.  જેની શરૂઆત સીએમ ભૂપેન્દ્ર પટેલે કરી દીધી છે. આ દરમિયાન તેમને કહ્યુ કે આ નવો વર્ષ વિકાસના નવા સંકલ્પોને સાકાર કરવાનુ વર્ષ હશે.  તેમણે કહ્યુ કે પીએમ મોદીની સરકારમાં ગુજરાત વિકાસની દિશામાં આગળ વધી રહ્યુ છે. 

 
અગાઉ પાલિકાનુ બજેટ આખા વર્ષનુ રૂપિયા પાંચથી દસ લાખનુ રહેતુ હતુ. જયારે આજે માત્ર સાવરકુંડલા પાલિકાના 100 કરોડના કામોનુ લોકાર્પણ થઇ રહ્યું છે. સાવરકુંડલા શહેરની રોડ કનેકટીવીટી વધે તે માટે રસ્તાના કામોની ભેટ મળી છે. તેમણે સ્વ.ભગવાનબાપાને યાદ કરી જણાવ્યું હતુ કે સમુહ ખેતીના ઉન્નત વિચારને તેમણે અમલમા મુકયો હતો. આજે રોડ, પાણી, વિજળીનુ માળખુ અને વાવણીથી લઇ વેચાણ સુધીની સરકારની યોજનાથી ખેડૂતો સમૃધ્ધ થઇ રહ્યાં છે. અહી સાંસદ પુરૂષોતમભાઇ રૂપાલા અને ભરતભાઇ સુતરીયા, ઇફકોના ચેરમેન દિલીપભાઇ સંઘાણી, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા વિગેરે ઉપસ્થિત રહ્યાં હતા.