શુક્રવાર, 11 ઑક્ટોબર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 1 ઑક્ટોબર 2024 (15:40 IST)

Video અમદાવાદઃ ગુસ્સે ભરાયેલા શિક્ષકે વિદ્યાર્થીને ઢોર માર માર્યો, વીડિયો વાયરલ થતાં શાળાને નોટિસ

અમદાવાદની એક ખાનગી શાળામાં વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવાનો કિસ્સો સામે આવ્યો છે. ક્લાસમાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બેરહેમીથી મારવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વટવાની માધવ સ્કૂલ અને ગણિત ભણાવનાર શિક્ષકનું નામ અભિષેક પટેલ. આ શિક્ષકને સસ્પેન્ડ કર્યો, એટલાથી સજા પૂરી નહીં થાય.આ પ્રકારનો માર મારવો એ ગંભીર બાબત છે. 
 
આ વીડિયો અમદાવાદની માધવ પ્રાઈવેટ સ્કૂલનો સામે આવ્યો છે.
આ વીડિયોમાં જોઈ શકાય છે કે, શિક્ષક વિદ્યાર્થીઓથી ભરેલા વર્ગની ત્રીજી બેંચ પર બેઠેલા વિદ્યાર્થી પાસે જાય છે, માથાના વાળ પકડીને વિદ્યાર્થીને બ્લેક બોર્ડ પાસે ખેંચે છે અને જોરથી બૂમો પાડે છે.

તેને દિવાલમાં ધકેલી દે છે.
ટીચર ત્યાં જ અટકતો નથી, આ પછી ટીચર વિદ્યાર્થી પર એટલો ગુસ્સે થઈ જાય છે કે તેણે તેને એક પછી એક 10 વાર થપ્પડ મારી દીધી. શિક્ષકને માર માર્યા બાદ તેણે વિદ્યાર્થીના માથાના વાળ પકડી રાખ્યા હતા. શિક્ષક તેને જમીન પર ફેંકી દે છે.
 
2 શાળાઓને નોટિસ
શિક્ષક દ્વારા વિદ્યાર્થીને બેરહેમીથી માર મારવાના કેસમાં અમદાવાદ શહેર જિલ્લા શિક્ષણ અધિકારીએ બે ખાનગી શાળાઓને નોટિસ મોકલી છે.