શુક્રવાર, 4 ઑક્ટોબર 2024
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 27 સપ્ટેમ્બર 2024 (09:32 IST)

IIM અમદાવાદના વિદ્યાર્થીએ કર્યો આપઘાત

suicide
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદના વિદ્યાર્થી અક્ષિત હેમંત ભુક્યા (24)એ ગુરુવારે સાંજે તેના હોસ્ટેલના રૂમમાં આત્મહત્યા કરી હતી. તે તેલંગાણાના વારંગલ જિલ્લાનો રહેવાસી હતો  અને MBA પ્રોગ્રામના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો.
 
અમદાવાદમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં એક MBA વિદ્યાર્થીએ કોલેજની હોસ્ટેલમાં આત્મહત્યા કરી લીધી. મામલો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદનો છે. કથિત રીતે આત્મહત્યા કરનાર અહીંના 24 વર્ષીય વિદ્યાર્થીનો મૃતદેહ હોસ્ટેલના રૂમમાંથી મળ્યો તો. ઘટના ગુરુવારે સાંજે બની હતી
 
 વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ઈન્સ્પેક્ટર વીડી મોરીએ જણાવ્યું કે, આ ઘટના આઈઆઈએમએના ન્યૂ કેમ્પસ સ્થિત હોસ્ટેલમાં બની હતી. કેટલાક વિદ્યાર્થીઓને ભુક્યા તેના રૂમમાં વેન્ટિલેટરની મેટલ ગ્રીલથી લટકતો જોવા મળ્યો હતો.