નરોડા પાટિયા કેસમાં કોડનાનીની અરજી મંજૂર, અમિત શાહ ગવાહી આપશે

amit shah
અમદાવાદ| Last Modified ગુરુવાર, 13 એપ્રિલ 2017 (10:35 IST)
 
. ગુજરાતમાં થયેલ નરોડા પાટિયા નરસંહાર મામલે એક વિશેષ કોર્ટે માયા કોડનાનીની અરજી મંજૂર કરી લીધી છે. આ અરજીમાં ભાજપા અધ્યક્ષ અને 13 અન્ય પક્ષની તરફથી ગવાહી માટે બોલાવવાની મંજૂરી માગવામાં આવી હતી. 
આ સાક્ષીના માધ્યમથી કોડનાની આ સાબિત કરવાની કોશિશમાં છે કે ઘટનાના સમયે તેઓ ત્યા હાજર નહોતી. અરજી પર સુનાવણી કરતા જસ્ટિસ પીબી દેસાઈ કહ્યુ કે સાક્ષીને સુનાવણીના યોગ્ય અને પ્રાસંગિક ચરણો પર સમન રજુ કરવુ જોઈએ. 
 
જો કેટલાક સાક્ષીઓને પરત બોલવવાની શક્યતા હશે તો આગામી ચરણોમાં તેમને ન બોલાવવનો વિકલ્પ પણ છે, પણ તેમા કોઈ આપત્તિ ન આવવા અને બચાવ પક્ષની સાક્ષી સાથે પૂછપરછના આરોપીના અધિકારીને ઓળખતા મારુ માનવુ છે કે સાક્ષી સાથે પૂછપરછ ન તો ખોટુ છે અને ન તો અશક્ય. ઉલ્લેખનીય છે કે 2002માં થયેલ નરોડા પાટિયા રમખાણો મામલે કોડનાનીને 28 વર્ષની સજા થઈ છે. 


આ પણ વાંચો :