બુધવાર, 1 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શુક્રવાર, 22 ફેબ્રુઆરી 2019 (12:02 IST)

ગુજરાત સરકાર સામે ST કર્મચારીઓ બાદ શિક્ષકોએ બંડ પોકાર્યો 1500થી વધુની અટકાયત

રાજ્યના 2.15 લાખથી વધુ સરકારી શાળાના શિક્ષકો સામુહિક રજા પર છે અને પડતર માંગોને લઈ રૂપાણી સરકાર સામે આંદોલનના માર્ગે છે. રાજ્યભરમાંથી આવેલા શિક્ષકોએ ગાંધીનગર બાનમાં લીધું છે. આ સાથે વિધાનસભા ગેટ-7 પર રૂપાણી હાય-હાયના નારા લાગ્યા છે. હાલમાં પોલીસ એસ.પી. અને આઈ.જી સહિતનો હજારોનો પોલીસ કાફલો સુરક્ષામાં ગોઠવાયો છે. અંદાજે 2 હજારથી વધુ શિક્ષકોની અટકાયત કરાયી છે. જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંધ દ્વારા શિક્ષકોના પડતર પ્રશ્નો મુદ્દે રાજ્યના સવા બે લાખ શિક્ષકો આજથી હડતાળ પર ઉતર્યા છે. શિક્ષકોની માગ છે કે, 1997થી ફિક્સ પગારના શિક્ષકોની નોકરીને સળંગ ગણવામાં આવે, અલગ ગ્રેડ પે, નવી ભરતી થયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજનાનો લાભ મળે, સાતમા પગાર પંચની ભલામણોનો અમલ વગેરે માંગો મૂકવામાં આવી છે.માસ સીએલ પર ઉતરેલાં 2.15 લાખ શિક્ષકોમાંથી 10 હજારથી વધુ શિક્ષકો આજે પોતાની પડતર માંગોને લઈ વિધાનસભાનો ઘેરાવો કરવાના છે. જેના પગલે ગાંધીનગરના પ્રવેશવાના માર્ગ પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. શિક્ષકોને ગાંધીનગર ન જાય તે માટે તેઓની અટકાયતની સૂચનાના પગલે વહેલી સવારથી અલગ અલગ જગ્યાએ ચેકીંગ ચાલી રહ્યું છે. ગાંધીનગરમાં પ્રવેશવાના તમામ ચેક પોઇન્ટ પર વાહનોનું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે.આખા રાજ્યના હોદ્દેદારો  સહિત શિક્ષકોની અટકાયત કરવામાં આવી રહી છે. વૈષ્ણવદેવી સર્કલ પાસેથી ડિટેઈન કરવામાં આવી રહ્યા છે.