શનિવાર, 20 એપ્રિલ 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સુરત: , બુધવાર, 18 સપ્ટેમ્બર 2019 (11:55 IST)

સુરતના પોલીસવાળાએ ટ્રાફિકના નિયમોના પાલન માટે શરૂ કર્યું એક અનોખું અભિયાન

ગુજરાતમાં 16 સપ્ટેમ્બરના રોજ નવો મોટર વ્હીકલ એક્ટ લાગૂ કરવામાં આવ્યો છે. કેટલાક લોકોએ વિવિધ પ્રકારની ટિપ્પણીઓ કરી અને કેટલાક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કરી પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. ગુજરાતના નવા મોટર વ્હીકલ એક્ટ વિશે જનતામાંથી મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. કેટલાક લોકો સુરક્ષાની દ્વષ્ટિએ નવા એક્ટનું સ્વાગત કરી રહ્યા છે, જ્યારે કેટલાક લોકો વધુ પેનલ્ટીના લીધે નવા મોટર વ્હીકલ એક્ટને નકારી રહ્યા છે. 
નવા નિયમો લાગૂ થયા બાદ કેટલાક શહેરોમાં પોલીસે ડ્રાઇવરો પાસેથી લાખો રૂપિયાનો દંડ વસુલ્યો હતો, પરંતુ સુરત પોલીસે ટ્રાફિકના નવા નિયમોને લઇને અનોખું રૂપ સામે આવ્યું છે. ઘણી જગ્યાએ પોલીસે દંડ ફટકારવાના બદલે લોકોને રોકીને સમજાવવાને મહત્વ આપ્યું. નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને સમજાવતાં ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે કહ્યું. આ દરમિયાન અડાજણ વિસ્તારમાં ટ્રાફિક પોલીસના એક જવાનની પ્રશંસનીય મહેનત સામે આવી. 
પરેશ કુમાર નામના એક પોલીસકર્મીએ ટ્રાફિકના નિયમોનું પાલન કરનારાઓને ચોકલેટ આપીને સન્માનિત કર્યા અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને નિયમોનું પાલન કરવાની સલાહ આપી. આ પ્રકારે પરેશ કુમારના નામના એક પોલીસકર્મીને લોકોએ ટ્રાફિકના નિયમોને સમજાવવા માટે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. લોકો પરેશ કુમારના અભિયાનના વખાણ કરી રહ્યા છે.