શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: સોમવાર, 20 ફેબ્રુઆરી 2023 (08:51 IST)

ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં, જો 16 નિયમોનું ઉલ્લંઘન કર્યું તો દંડ ભરવા થઇ જજો તૈયાર

શહેર સતત વધતા જતા વાહનો કારણે ટ્રાફિકની સમસ્યા માથાના દુખાવા સમાન બની ગઇ છે. તો બીજી તરફ અકસ્માતોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. ત્યારે ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં આવી ગઇ છે. ટ્રાફિક પોલીસે નિયમોનું ઉલ્લંઘન કરનારાઓને દંડ ફટકારવાનું શરૂ કરી દીધું છે. અત્યાર સુધી માત્ર 3 નિયમો તોડનારાઓને ઇ મેમો આપવામાં આવતા હતા. પરંતુ હવે વાહનો ટ્રાફિકના 16 જેટલા નિયમોનું પાલન નહી તો ઘરે મેમો મોકલવામાં આવશે. અમદાવાદમાં 130 ટ્રાફિક સિગ્નલો આવે છે અને 6500 સીસીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. જેના આધારે પોલીસ ખૂબ સરળતાથી ટ્રેક કરી તમારા ઘરે મેમો પહોંચાડી શકે છે. 
 
અમદાવાદ શહેરમાં રિક્ષામાં નિયમ કરતા વધારે પેસેંજર હશે
રિક્ષામાં ડ્રાઈવર સીટ પર પેસેન્જર બેઠા હશે,
BRTS કોરિડોરમાં વાહન ચલાવશો,
ફોર વ્હિલરમાં કાળા કાચ અથવા તો ડાર્ક ફિલ્મ લગાવેલી હશે,
ડ્રાઈવિંગ કરતી વખતે મોબાઈલ ફોન પર વાત કરતા હશો તો ઈ-મેમો તમારા ઘરે આવશે
આ ઉપરાંત જો વાહનોમાં HSRP સિવાયની નંબર પ્લેટ લગાવી હશે તો પણ ઈ-મેમો આવશે
શહેરમાં 2 કરતા વધારે લોકો ટુ વ્હિલર પર સવાર હશે,
ગતિ મર્યાદા નહીં હોય તો ઈ મેમો આવશે
રોડ પર આડેધડ પાર્કિંગ અને નો-પાર્કિંગ ઝોનમાં કરનારા વાહનચાલકોને ઈ-મેમો ફટકારવામાં આવશે
ચાલકે ફોર વ્હિલરમાં સીટ બેલ્ટ નહીં પહેર્યો હોય અને બાઈક ચાલકોએ હેલમેટ નહીં પહેર્યું હોય તો ઈ-મેમો આવશે
શહેરમાં નિયમ કરતા વધારે વાહનોની સ્પીડ હશે, રોંગ સાઈડમાં વાહન ચલાવતા પકડાશો તો ઈ-મેમો આવશે.
 
અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહન ચાલકો ટ્રાફિકના નિયમોનો અમલ કરે એ માટે કડક વલણ અપનાવવામાં આવ્યું છે અને ટ્રાફિકના વિવિધ નિયમોના ભંગ બદલ દંડનીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. શહેરમાં 130 ટ્રાફિક સિગ્નલો પર 6500 જેટલા CCTV કેમેરા લગાવવામાં આવ્યા છે. 
 
અમદાવાદમાં ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે તો બીજી તરફ લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે તે માટે પોલીસ દ્વારા પણ અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવેથી ટ્રાફિકના 16 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ વાહનચાલકોને ઘરે ઈ-મેમો મોકલવામાં આવશે.