શુક્રવાર, 22 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 9 નવેમ્બર 2023 (16:37 IST)

ગુજરાત યુનિ. બદનક્ષી કેસ મામલે કેજરીવાલને હાઈકોર્ટે 25 હજારનો દંડ ફટકાર્યો

Arvind Kejriwal
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી વિવાદમાં બદનક્ષી મામલે અરવિંદ કેજરીવાલને મોટો ઝટકો લાગ્યો છે. ગુજરાત હાઈકોર્ટમાં અરવિંદ કેજરીવાલ દ્વારા કરવામાં આવેલી રિવ્યૂ પિટીશનને કોર્ટ ફગાવી દીધી છે. ચીફ ઇન્ફર્મેશન કમિશનરે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેની માહિતી પૂરી પાડવા ગુજરાતી યુનિવર્સિટીને આદેશ કર્યો હતો.આ નિર્ણય સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઇકોર્ટમાં પિટિશન કરી હતી.

ગુજરાત યુનિવર્સિટીની  અરજીને મંજૂર રાખતા હાઈકોર્ટે રૂ.25 હજારનો દંડ પણ કેજરીવાલને ફટકાર્યો છે. હાઈકોર્ટનો ચુકાદો જે તથ્યોના આધાર પર અપાયો તેવી રજૂઆતોની નોંધ ક્ષતિ પૂર્ણ હોવાના દાવા સાથે અરવિંદ કેજરીવાલે રીવ્યૂ અરજી કરી હતી.ગુજરાત યુનિવર્સિટી વિશે વાંધાજનક અને યુનિવર્સિટીની છબી ખરડાય તેવા નિવેદનને પગલે યુનિવર્સિટીએ કેજરીવાલ અને આપના સાંસદ સંજયસિંહ વિરુદ્ધ બદનક્ષીની ફરિયાદ કરી હતી.ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પીયૂષ પટેલ દ્વારા દાખલ કરાયેલા આ કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહ પર યુનિવર્સિટીની છબી ખરાબ કરવાનો આરોપ છે.

ગુજરાત હાઈકોર્ટના નિર્ણય બાદ બંને નેતાઓએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી. યુનિવર્સિટીનો આરોપ છે કે આ બંને નેતાઓએ હાઈકોર્ટના નિર્ણય બાદ પણ યુનિવર્સિટી વિરુદ્ધ ખોટી ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે લોકોમાં યુનિવર્સિટી વિશે ખોટી ઇમેજ ઉભી થઇ હતી અને લોકોમાં એવી ધારણા હતી કે ગુજરાત યુનિવર્સિટી બોગસ અને નકલી ડિગ્રીઓ બહાર પાડે છે. PM મોદીની ડિગ્રી વિશે માહિતી આપવાના CICના આદેશ સામે ગુજરાત યુનિવર્સિટીએ હાઈકોર્ટમાં અરજી કરી હતી. લાંબી રાહ જોયા બાદ ગુજરાત હાઈકોર્ટે CICના આદેશને રદ કર્યો હતો. આ પછી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી. તો AAP નેતા સંજય સિંહે બીજા દિવસે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.