મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 28 નવેમ્બર 2019 (12:02 IST)

ગુજરાત યુનિવર્સિટી વિવાદમાં સપડાયેલી જેએનયુ સાથે મળીને સેમિનાર કરશે

સતત વિવાદમાં રહેતી જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી તેમજ કોરિયા સાથે રહીને ગુજરાત યુનિવર્સિટીએ ગુરુવારથી ત્રણ દિવસ માટે સેમિનારનું આયોજન કર્યું છે. જેએનયુના દક્ષિણ કોરિયન સ્ટડીઝના ડાયરેક્ટર પ્રો રવિકેશ, જેએનયુના પ્રો. રાના પ્રતાપસિંઘ સહિત 70થી વધુ ના શિક્ષણવિદ્દ 7 સેશનમાં પોતાના વિચારો રજૂ કરશે. ‘ભારત કોરિયા વચ્ચેના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યના સંબંધો અંગે 28 30મી નવેમ્બર દરમ્યાન આયોજિત આંતરરાષ્ટ્રીય સેમિનારનો ઉદ્ધાટન સમારોહ ગુરુવારે 3.30 કલાકે ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે થશે. જ્યારે શુક્રવાર, શનિવાર એમ બે દિવસોમાં આ સેમિનારના કુલ સાત સેશનમાં 70 શિક્ષણશાસ્ત્રીઓ પોતાના વિચારો રજૂ કરશે. આ સેમિનારમાં ભારતમાં દિલ્હી સ્થિત કોરિયન એમ્બેસીના એમ્બેસડર એમ્બેસેડર શિન બોગકિલ અને કોરિયાની એકેડમી ઓફ કોરિયન સ્ટડીઝના પ્રમુખ અહન બ્યુંગ ઉક ઉપસ્થિત રહેશે. ભારત અને કોરિયાના વડા પ્રધાનની થોડાક મહિના પહેલા થયેલી બેઠકમાં બન્ને દેશોના સંબંધોને વધુ સુદ્દઢ બનાવવા માટે સંયુક્ત કાર્યક્રમો કરવાની વિચારણા થઈ હતી. આ કાર્યક્રમમાં કોરિયા અને ભારતના સંબંધોનો ઈતિહાસ, ભવિષ્યમાં બન્ને દેશોને કેવી રીતે વધારે સારી રીતે જોડી શકાય સહિતની બાબતોને આવરી લેવાશે.