ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 7 ઑક્ટોબર 2021 (11:08 IST)

ગુજરાતમાં કોરોના વેક્સીનેશને જોર પકડ્યું, આ શહેરમાં 100 ટકા લોકોએ કોરોનાનો પ્રથમ ડોઝ લીધો

દેશ સહિત તમામ રાજ્યોમાં કોરોના વેક્સીન ઝડપથી ચાલી રહ્યું છે. આ દરમિયાન ગુજરાતમાં પણ રસીકરણએ જોર પકડ્યું છે. સુરતમાં તમામ લાભાર્થીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જેમાં 34.33 લાખ લાભાર્થી સામેલ છે. 
 
સુરત મહાનગર પાલિકાના અધિકારી જણાવ્યું હતું કે 34.33 લાખ લાભાર્થીઓને કોવિડ 19 રસી આપવાનો ડોઝ મંગળવારે પ્રાપ્ત કર્યો. સુરતએ 100 ટકા લાભાર્થીઓને કોવિડ રસીનો પ્રથમ ડોઝ લગાવી દીધો છે. અમારી જાણકારી અનુસાર 50 લાખથી વધુ વસ્તીવાળા તે મોટા શહેરોમાંથી એક બની ગયું છે. જેમણે આ લક્ષ્યને પ્રાપ્ત કર્યું છે. 
 
મહનગર પાલિકાના આંકડા અનુસાર અત્યાર સુધે 48.4 ટકા એટલે કે 16.61 લાખ પાત્ર લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અમે હેલ્થ વિભાગના લોકો સાથે રાખી આ લક્ષ્યને પુરો કર્યો છે. આ સાથે જ સોસાયટીઓ સુધી પહોંચસ્વા માટે રસીકરણ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. જેના લીધે ટાર્ગેટ પુરો કરવામાં આવ્યો