મંગળવાર, 19 ઑગસ્ટ 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: શનિવાર, 1 જાન્યુઆરી 2022 (19:15 IST)

પ્રધાનમંત્રી મોદી 10મી જાન્યુઆરીએ કરશે વાઈબ્રન્ટ સમિટનુ ઉદ્ધઘાટન

Gujarat vibrant summit 2022
ગુજરાતમાં કોરોનાના વધતા જતા કેસ વચ્ચે એવી અટકળો હતી કે વાઈબ્રન્ટ સમિટ કદાચ ટળી જશે, પરંતુ અંતે એ નિર્ણય થયો છે કે વાઈબ્રન્ટ સમિટ  વિધિવત રીતે યોજાશે જ અને સમિટના ઉદઘાટન માટે વડાપ્રધાન મોદી પણ આવશે. પ્રધાનમંત્રી  10મી જાન્યુઆરીએ સમિટનું ઉદઘાટન કરશે 
 
વાઇબ્રન્ટ ગુજરાતની આ વખતની સમિટમાં 26 પાર્ટનર દેશના ડેલિગેટ્સ, 15 ફોરેન મિનિસ્ટર અને ચાર ફોરેન ગવર્નર હાજરી આપશે. આ ઉપરાંત આ સમિટમાં પહેલીવાર એવું બનશે કે પાંચ દેશોના વડા એક સાથે હાજરી આપશે. 10 થી 12 મી જાન્યુઆરી દરમિયાન યોજોનારી સમિટમાં રશિયા, મોરેશિયસ, નેપાળ, સ્લોવેનિયાના વડાપ્રધાન અને મોઝામ્બિકના રાષ્ટ્રપતિ આવશે. આ ઉપરાંત વિવિધ આંતરરાષ્ટ્રીય કંપનીઓના સી.ઇ.ઓ. અને મુખ્ય સંચાલકો પણ આ કાર્યક્રમમાં જોડાશે.રશિયાના વડા પ્રધાન મિખાઇલ મિશુસ્ટિન,મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જેકિન્ટો ન્યુસી , મોરેશિયસના વડા પ્રધાન પ્રવિંદ જુગનાથ, નેપાળના વડા પ્રધાન શેર બહાદુર દેઉબા  અને સ્લોવેનિયાના વડા પ્રધાન  જાનેઝ જાન્સા આગામી સમિટમાં હાજર રહેવાના છે.આ સમિટમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, કે એમ બિરલ, સુનિલ ભારતી મિત્તલ , અશોક હિન્દુજા, એન.ચંદ્રશેખરન અને હર્ષ ગોએન્કા સહિતના અગ્રણી ઉદ્યોગપતિઓ પણ ખાસ હાજરી આપશે. આ ઉપરાંત 15  જેટલા વિદેશી પ્રધાનો ,ચાર વિદેશના ગવર્નર સ્ટેટનાવડા અને ગ્લોબલ બ્રાંડના સીઈઓ સમિટમાં હાજર રહેશે.આંતરરાષ્ટ્રીય કંપનીઓના વડા અને સી.ઈ.ઓ. પણ સમિટમાં ભાગ લેવાના છે. જેમાં અલ્તાન અહેમદ બિન સુલેમ (ડી પી વર્લ્ડ ),ડીડીઅર કાશીમાઇરો (રોસનેફટ), ટોની ફાઉન્ટેન (નયારા એનર્જી) ,તોશિહિરો સુઝુકી (સુઝુકી મોટર કોર્પ ),  ડો. વિવેક લાલ (ગ્લોબલ એટોમીક્સ ગ્લોબલ કોર્પોરેશન), મઇડા તાડશી (જાપાન બેંક ફોર ઇન્ટરનેશલ કોર્પોરેશન), શૈલ ગુપ્તે (બોઇંગ ઇન્ડિયા ) અને વિલીયમ બ્લેર (લોકડીહ માર્ટીન ઇન્ડિયા ) સમિટમાં ભાગ લેવાના છે.