મંગળવાર, 31 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (20:32 IST)

13મી બ્રિક્સ સમિટ - પ્રધાનમંત્રી મોદીએ ચાર દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને સંબોધિત કર્યાં

પ્રધાનમંત્રી મોદીએ BRICS સંમેલનની અધ્યક્ષતા કરી, ચાર દેશોના રાષ્ટ્રાધ્યક્ષોને સંબોધિત કર્યાં વડાપ્રધાન મોદીએ કહ્યુ કે બ્રિક્સ સંમેલનની અધ્યક્ષતા કરવી ભારત માટે ખુશીની વાત છે.  ઉલ્લેખનીય છે કે ગુરુવારે પ્રધાનમંત્રી મોદીએ બ્રિક્સની 13મી બેઠકની અધ્યક્ષતા કરી. 
 
બેઠકને સંબોધિત કરતા મોદીએ કહ્યું કે છેલ્લા દોઢ દાયકામાં બ્રિક્સે ઘણી ઉપલબ્ધિઓ મેળવી છે. આજે આપણએ વિશ્વની ઉભરતી ઈકોનોમી માટે એક પ્રભાવશાળી અવાજ છીએ. વિકાશશીલ દેશોની પ્રાથમિકતાઓ પર ધ્યાન કેન્દ્રીત કરવા માટે આ મંચ ઉપયોગી નીવડ્યું છે. મોદીએ કહ્યું કે આજની બેઠક માટે આપણી પાસે વિસ્તૃત એજન્ડો છે.
 
13મી બ્રિક્સ સમિટ(BRICS)માં બ્રિક્સના તમામ દેશોના રાષ્ટ્રપ્રમુખો વર્ચ્યુઅલી(ઓનલાઈન) હાજર રહ્યા હતા. પ્રધાનમંત્રીએ સંશાધનોના યોગ્ય ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે સાથે મળીને આતંકવાદ સામે લડવાની પણ વાત કરી હતી. ભારત આ સંમેલનનું આયોજક છે 

- પ્રધાનમંત્રીએ સંશાધનોના યોગ્ય ઉપયોગ પર ભાર મૂક્યો હતો. તેમણે સાથે મળીને આતંકવાદ સામે લડવાની પણ વાત કરી હતી. ભારત આ સંમેલનનું આયોજક છે અને વડાપ્રધાન મોદીએ સેશનની અધ્યક્ષતા કરી હતી.
 
- મોદીએ કહ્યું કે, ભારતની અધ્યક્ષતા દરમિયાન અમને બ્રિક્સના તમામ પાર્ટનર્સ તરફથી ઘણો સહકાર મળ્યો છે. તેના માટે હું તમારા બધાનો આભારી છું. બ્રિક્સ સંગઠનનાં સભ્ય દેશોએ દોઢ દાયકામાં ઘણી સિદ્ધિઓ હાંસલ કરી છે. આજે આપણે વિશ્વનો અસરકારક અવાજ છે. આ મંચ વિકાસશીલ દેશોની પ્રાથમિકતાઓને ધ્યાનમાં લેવા માટે ઉપયોગી થઈ રહ્યું છે.
 
- આ સમિટમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને અફઘાનિસ્તાન સંકટ માટે અમેરિકન સૈનિકોના પરત જવાના નિર્ણયને જવાબદાર ગણ્યો છે. તેમણે કહ્યું કે અમેરિકા અને તેના સાથીઓએ અફઘાનિસ્તાન છોડતાં નવું સંકટ ઉભુ થયું છે. તે હજી પણ સ્પષ્ટ નથી કે આ પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષાને કેવી અસર કરશે. બ્રિક્સ દેશોએ તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે સારી બાબત છે
 
- ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગનું કહેવું છે કે આ બ્રિક્સની 15મી એનિવર્સરી છે. છેલ્લાં 15 વર્ષમાં આપણે રાજકીય વિશ્વાસ વધાર્યો છે અને કૂટનીતિક વાતચીતને પ્રોત્સાહન આપ્યું છે. આપણે એકબીજા સાથે વાત કરવાનો મજબૂત રસ્તો શોધી કાઢ્યો. આપણે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે. આપણે આપણા વિકાસ માટે સાથે મુસાફરી કરી રહ્યા છીએ. આ વર્ષની શરૂઆતથી જ આપણા સાથી દેશો મહામારીને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે અને આપણે ઘણા ક્ષેત્રોમાં પ્રગતિ કરી છે.
 
- જિનપિંગે કહ્યું કે આપણે બ્રિક્સના ભવિષ્ય માટે સાથે મળીને કામ કરીશું. આપણે આપણા પડકારોનો સામનો કરવા માટે સહિયારા સંશાધનોના આધારે વ્યૂહરચના બનાવીશું. બ્રિક્સનાં ભવિષ્યને મજબૂત કરીશું.