શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (13:06 IST)

અફગાનિસ્તાનમાં તાલિબાનના નવા હુકમનામું, મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ

અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસનની શરૂઆત થતા જ મહિલાઓની મુશ્કેલીઓ વધી ગઈ છે. પહેલા મહિલાઓને સરકારમાં કોઈ સ્થાન આપવામાં આવ્યું ન હતું, પછી પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને હવે મહિલાઓને રમત પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. 
 
ઓસ્ટ્રેલિયાના એસબીએસ ટીવીએ તાલિબાનના પ્રવક્તાના હવાલાથી કહ્યુ કે તેઓએ મહિલા રમત, ખાસ કરીને મહિલા ક્રિકેટ પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાનના સાંસ્કૃતિક આયોગના ડેપ્યુટી હેડ અહમદુલ્લાહ વાસિકના નેટવર્કએ કહ્યું કે ક્રિકેટમાં એવી પરિસ્થિતિઓ છે કે મોઢુ અને શરીર ઢાંકી શકાય નહીં. ઇસ્લામ મહિલાઓને આ રીતે જોવાવવાની પરવાનગી નહી આપતું. 

તાલિબાન મુજબ આ મીડિયાનોન્યુગ છે જેમાં ફોટા અને વીડિયો જોવાશે. ઈસ્લામ અને ઈસ્લામી અમીરાત મહિલાઓને ક્રિકેટના એવી રમર રમવાની પરવાનગી નહી આપતુ જેમાં શરીર જોવાતો હોય. તાલિબાન પુરૂષ ક્રિકેટ ચાલૂ રાખશે અને તેણે ટીમને નવેમ્બરમાં ઑસ્ટ્રેલિયામાં એક ટેસ્ટ રમવાની પરવાનગી આપી છે.