સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 9 સપ્ટેમ્બર 2021 (08:28 IST)

મુશ્કેલી પછી, તાલિબાનની આંખો ખુલી, મહિલાઓને સરકારમાં સામેલ કરવાનું વચન આપ્યું; જાણો ક્યારે

અફગાનિસ્તાનમાં તાલિબાનએ સરકારનો જાહેરાત કરવામાં આવી છે અને 33 સભ્યોના મંત્રીમંડળમાં એક પણ મહિલાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. અફઘાનિસ્તાનની સરકારમાં મહિલાઓની તાલિબાન તેની ગેરહાજરી માટે વિશ્વવ્યાપી ટીકાનો સામનો કરી રહ્યું છે. જોકે, સરકારની રચનામાં જે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તે જોતા સરકારમાં તાલિબાન મહિલાઓને સમાવવાનું વચન આપ્યું. તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે કહ્યું કે આવનારા દિવસોમાં સરકારમાં મહિલાઓનો પણ સમાવેશ કરવામાં આવશે.
 
તાલિબાની પ્રવક્તા મુજાહિદએ બુધવારે બીએફએમટીવી ન્યૂઝ ચેનલથી કહ્યુ આ સરકાર અંતરિમ છે. શરિયા કાનૂનના સમ્માન માટે મહિલાઓ માટે પદ હશે. આ એક શરૂઆત છે પણ અમે મહિઉલાઓ માટે સીટ શોધીશ. તે સરકારનો ભાગ થઈ શકે છે.. આ બીજા ચરણમાં હશે. અહીં જાણવ્ય જરૂરી છે કે કાબુલમાં નિવાસીઓએ દેશના શાસનમાં મહિલાઓની ભાગીદારી સુનિશ્ચિત કરવાની માંગણીને લઈને કાબુલના પશ્ચિમી ભાગ દશ્તા બારચી ક્ષેત્રમાં વિરોધ પ્રદર્શન કર્યુ. 
 
જણાવીએ કે મંગળવારે અફગાનિસ્તાનની અંતરિમ સરકારની જાહેરાત કરી હતી જેમાં કોઈ પણ મહિલાને મંત્રી રીતે શામેલ નહી કરાયુ હતું. ત્યારબાદથી જ દુનિયાભરમાં આ વાતની શકયતા જણાવી રહી છે કે તાલિબાન રાજમાં અફગાન મહિલાઓની સ્થિતિ વધુ ખરાબ થવાનું છે. તેમજ શરિયા કાયદો સરકાર ચલાવવા અંગે ઘણી આશંકાઓ પણ છે.