શુક્રવાર, 14 નવેમ્બર 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 23 જુલાઈ 2020 (19:31 IST)

ગુજરાત વિધાનસભાની આઠ બેઠકો માટે સપ્ટેમ્બરમાં યોજાનારી પેટાચૂંટણી મોકૂફ

gujarat vidhansabha meeting
ગુજરાતમાં વિધાનસભાની ખાલી પડેલી આઠ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી સપ્ટેમ્બરમાં યોજાનાર હતી જેને હાલ પુરતી મોકૂફ રાખવામાં આવી છે. ચૂંટણી પંચે આ નિર્ણય લીધો છે. રાજ્યમાં કોંગ્રેસમાંથી રાજીનામું આપી દેનાર ધારાસભ્યો ભાજપમાં જોડાઈ ગયાં હતાં. હવે આ બેઠકો પર આગામી સપ્ટેમ્બર મહિનામાં પેટાચૂંટણી યોજાનાર હતી પણ રાજ્યમાં કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને ચૂંટણી પંચે આ નિર્ણય કર્યો હોવાનું માનવામાં આવે છે. નવી તારીખ હવે પછી જાહેર કરવામાં આવશે.

 કઈ 8 બેઠકો પર પેટાચૂંટણી યોજાશે
1. મોરબી
2. કરજણ (વડોદરા)
3. કપરાડા (વલસાડ)
4. લિમડી (સુરેન્દ્રનગર)
5. ગઢડા (બોટાદ)
6. ડાંગ
7. ધારી (અમરેલી)
8. અબડાસા (કચ્છ)