મંગળવાર, 7 જાન્યુઆરી 2025
  1. ગુજરાત સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 3 ડિસેમ્બર 2024 (09:56 IST)

Gujarati Latest News - ઠંડીના માહોલ વચ્ચે માવઠાની આગાહી, દક્ષિણ ગુજરાતના ભાગોમાં હળવા વરસાદની શક્યતા

હવામાન વિભાગે ગુજરાતના હવામાન અંગેની આગાહી આપતા જણાવ્યું છે કે ગુજરાતનાં તાપમાનમાં સામાન્ય ઘટાડો અને વધારો થશે. પરંતુ કોઈ મોટા ફેરફારોની શક્યતા હાલ જોવાઈ રહી નથી. આમ રાજ્યમાં હાલ જેવું વાતાવરણ છે તેવું આગામી દિવસોમાં પણ રહેવાની શક્યતાઓ છે. આ સાથે તેમણે જણાવ્યું હતું કે, આગામી સાત દિવસ ગુજરાતનું હવામાન સૂકું રહેવાની સંભાવનાઓ છે. લઘુત્તમ તાપમાનમાં આગામી 5 દિવસ દરમિયાન કોઈ મોટા ફેરફારોની શક્યતા નથી. રાજ્યના મધ્ય ભાગમાં પણ ઠંડીનો અનુભવ થવા લાગ્યો છે.
 
- પાડોશીએ 17 વર્ષની માસૂમ દુષ્કર્મ આચર્યું
અંકલેશ્વરમાં પાડોશીએ 17 વર્ષની માસૂમને પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું. સગીરાને પેટમાં દુ:ખાવો થતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો. સગીરાને હોસ્પિટલ લઈ જવાતા 2 માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતુ. આરોપી આવી અનેક યુવતીઓને પ્રેમજાળમાં ફસાવી ચૂક્યો છે
 
-  રાજયના 40 જેટલા સ્થળોએ દરોડા 
 ઈન્કમ ટેક્ષ વિભાગ દ્વારા 40 જેટલા સ્થળોએ દરાડા પાડવામાં આવ્યા છે. સાથો સાથ 15 બેન્ક લોકર સીઝ કરવામાં આવ્યા છે. આ દરોડામાં 10 કરોડથી વધુની રોકડ તેમજ બોગસ લોનની એન્ટ્રીઓ મળી આવી છે. જ્યારે 15 બેન્ક લોકર સીઝ કરવામાં આવ્યા છે. હાલ રાજ્યમાં 40 સ્થળોએ રેડની કાર્યવાહી ચાલુ છે.
 
 
- RMCનું પાણીનું 1500 કરોડ બિલ ચૂકવવાનું બાકી
 
રાજકોટ મહાનગરપાલિકાનું વિવિધ વિભાગોનું મળી 1500 કરોડથી વધુનું પાણીનું બિલ બાકી છે. માટે કાગળ પર વધી રહેલ બાકી બિલની રકમ મનપા ભરી શકે તેમ ન હોવાથી સરકારને પત્ર લખી બિલ માફ કરવા માગ કરી છે.
 
- શિયાળાનુ જોર વધતા અમદાવાદમાં રોગચાળો શરૂ 
સ્માર્ટ સીટી અમદાવાદના કેટલાક લોકો રોગચાળાનો શિકાર બન્યા છે. મચ્છર અને પાણીજન્ય રોગો વધી રહ્યા છે ત્યારે લોકોને સાવધાન રહેવાની જરૂર છે નહીં તો મોટાપાયે રોગચાળો વકરી શકે છે. શિયાળાની શરુઆતમાં મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળો વધ્યો છે. અમદાવાદ શહેરમાં ગત માસ દરમિયાન ડેન્ગ્યુના 168 કેસ ,ચિકનગુનિયાના 31 કેસ, સાદા મલેરીયાના 123 કેસ જ્યારે ઝેરી મલેરિયાના 45 કેસ નોંધાયા છે.
 
- સુરતના 92 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 1.15 કરોડ લૂંટનાર આરોપીની ઓળખ
 
સુરતના 92 વર્ષીય વૃદ્ધને ડિજિટલ અરેસ્ટ કરી 1.15 કરોડ લૂંટનાર મુખ્ય આરોપીની સ્કેચ દ્વારા ઓળખ થઈ છે. આરોપી પાર્થ મૂળ જૂનાગઢનો છે અને તે ઘરથી 5500 કિલોમીટર દૂર કંબોડિયામાં બેસીને ડિજિટલ અપરાધને અંજામ આપતો. આરોપીએ પરિવારને પોતે કંબોડિયામાં નોકરી કરતો હોવાનું જણાવ્યું હતું.
 
- રાજ્યના નાગરિકો સરળ અને ઝડપથી e-KYC કરી શકે તે માટે પુરવઠા વિભાગની ટીમો સતત કાર્યરત છે. આ વ્યવસ્થા પર બે અધિકારીઓ સતત મોનીટરીંગ કરી રહ્યા છે. રાજ્યમાં 1.38 કરોડ નાગરિકોએ ઘરે બેઠા માય-રેશન એપ દ્વારા જ્યારે ગ્રામ પંચાયત લેવલે VCE દ્વારા 1.07 કરોડ નાગરિકોનું e-KYC કરવામાં આવ્યુ છે
 
-  ભાજપ વોર્ડ નં. 30ની મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે કરી આત્મહત્યા 
 
સુરતમાં અલથાણના ભિમરાડ ખાતે રહેતી અને ભાજપ વોર્ડ નં. 30ની મહિલા મોરચા પ્રમુખ દીપિકા પટેલે 1 ડિસેમ્બર બપોરે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. રાજકીય ક્ષેત્રે હાલ આ બનાવ ટોક ઓફ ધી ટાઉન બન્યો છે, ત્યારે જે ઘરમાં પરિવાર રહેતો હતો તે ઘરમાં હાલ સન્નાટો છવાઈ ગયો છે. કારણ કે, મોટા પુત્રના જન્મ દિવસના 19 દિવસ પહેલાં જ માતાએ જીવનલીલા સંકેલી લીધી છે અને હસતો ખેલતો પરિવાર એક જ ઝાટકે વિંખાયો ગયો છે