ગુરુવાર, 28 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: મંગળવાર, 21 ફેબ્રુઆરી 2017 (17:45 IST)

જેતપુરમાં હાર્દિકની સભા પહેલા હોબાળો, તોડફોડ કરાઈ

સૌરાષ્ટ્રના જેતપુરમાં પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)ના કન્વીનર હાર્દિક પટેલની સભા પહેલા હોબાળો મચી જવા પામ્યો હતો. કેટલાક પાટીદાર યુવકોએ પાટીદાર આંદોલન માટે અત્યાર સુધી મળેલા ફંડનો હાર્દિક હિસાબ આપે તેવી માંગ સાથે હોબાળો મચાવ્યો હતો. તો તેની સામે 'પાસ'ના કાર્યકરો પણ હાથમાં અહીં પહોંચી આવ્યા હતા અને બંને પક્ષો સામ-સામે આવી જતા પરિસ્થિતિ તંગ બની જવા પામી હતી.

જોકે, પોલીસે આવીને બધાને ત્યાંથી ભગાડ્યા હતા. આ દરમિયાન કેટલાક લોકોએ તોડફોડ પણ કરાઈ હતી. ઉલ્લેખનીય છે કે, જેતપુરમાં હાર્દિકની સભાને પગલે 144ની કલમ લાગુ કરી દેવામાં આવી હતી, તેમ છતાં તોડફોડ અને હોબાળાની ઘટના બનતાં પોલીસની કાર્યવાહી સામે સવાલો ઉભા થયા છે. હાર્દિકે આ ઘટના અંગે જણાવ્યું હતું કે, 'ભાજપના જ મંત્રી હુમલો કરાવી રહ્યા છે. પાટીદારોમાં કોઈ મતભેદ નથી. અમારા કાફલા પર હુમલો કરવામાં આવ્યો. હું ભોજલરામ બાપાના દર્શન કર્યા વિના પાછો નહીં જાઉં.' તેણે કહ્યું કે, 'ફંડ મામલે કંઈ ખોટું નથી.' 

આ એ જ જેતપુર જ્યાંના નટુભાઈ બુટાણી નામના શખસનો એક વીડિયો થોડા સમય પહેલા સોશયલ મીડિયા પર વાઈરલ થયો હતો. જેમાં તેમણે હાર્દિકને ધમકી આપતા કહ્યું હતું કે, તેનામાં તાકાત હોય તો જેતપુરમાં સભા કરીને બતાવે. હવે જ્યારે જેતપુરમાં આજે હાર્દિકની સભા યોજાવાની હતી, ત્યારે જ હોબાળો થયો છે.