શુક્રવાર, 3 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: બુધવાર, 8 માર્ચ 2017 (14:17 IST)

મહેનતથી સિદ્ધી - મહિલાઓને પગભર કરવાનું અભિયાન

લતાબહેને ચાર વર્ષની સખત મહેનતને સિદ્ધ કરતા પોતાની જ નહીં અત્યાર સુધીમાં અનેક વિસ્તારોની ખારપાટની જમીનને નવસાધ્ય કરીને તેમાં ખેતી શરૃ કરી છે. લતાબેન કહે છે, આજે મારા ખેતરમાં ૧૦૦ ટન જુવારનો પાક ઊભો છે. ઝીરો બજેટ સ્ટાઈલમાં ગાય આધારિત ખેતી શરૃ કરી.

લતાબેન કહે છે, સૌ પ્રથમ જીવામૃત તૈયાર કરી ખેતરમાં નાંખ્યું તેની સાથે દશપર્ણી અને ગૌમૃત અર્ક તૈયાર કરીને નાંખતી રહી સાથે જ ખેતરમાં ગાયના દૂધની છાશનો પણ છંટકાવ શરૃ કર્યો અને આજે પરિણામ એ છે કે, ખેતર હર્યાભર્યા છે. લતાબેહેને પોતાની સાથે અન્ય બહેનોને પણ પગભર કરવાનું અભિયાન શરૃ કરતા તેમને પણ મદદ આરંભી. આ માટે એક દૂધ મંડળી તૈયાર કરી તેમાં આજે સો બહેનો દૂધ ભરે છે. એટલું જ નહીં આ માટે રાજ્ય સરકારની આઠ અને સુમુલ ડેરીની પણ ત્રણ લાખની ગ્રાન્ટ મળી અને તેનો એક ફ્લોર તૈયાર પણ થઈ ગયો છે.

આજે પોતે પ્રકૃતિની સાથે રહીને ખેતી કરતા હોવાનું જણાવતા લતાબેન કહે છે, પ્રકૃતિને બચાવો તે જ આપણને બચાવશે એમાં કોઈ બેમત નથી. તાલુકામાં સ્વભાવિક રીતે ખેતરાળ વિસ્તારમાં ડુક્કર (ભુંડ)નો ત્રાસ હોય છે. આ માટે લોકો સાઈનાઈડ જેવા ઝેરને નાંખીને ખેતર સાફ કરાવે છે જ્યારે લતાબેન કહે છે, ખેતરમાં છાશના છંટકાવને કારણે એક પણ ડુક્કર તેમના ખેતરને અડતું નથી. આખું ખેતર ખુલ્લું છે, ડુક્કર આવે તો પણ જમીનની વાસને કારણે પાકને અડ્યા વિના ચાલ્યા જાય છે. જ્યારે બીજા ખેડૂતો ભયાનક રસાયણોનો ઉપયોગ કરે છે અને કેટલાકે તો સાઈનાઈડ છાંટીને ખેતર સાફ કરી નાંખવાના પણ બનાવો બન્યા છે. ત્યારે લતાબેન ભૂંડના ભયથી મુક્ત થઈ ગયા છે. ગાય આધારિત કૃષિથી ઉત્પન્ન પાક માટે લોકો મોં માંગ્યા ભાવ આપવા તૈયાર થાય છે. લતાબેન કહે છે, શાકભાજીમાં પ્રયોગ કર્યા, ઘઉં, જુવાર, મકાઈ અને કેળા સહિતના પાક અમે લીધા છે. જ્યારે ગૌમૂત્ર લોકો બસો રૃપિયે લિટર લે છે તો ગૌમૂત્રમાંથી તૈયાર થયેલા માથાના વાળ માટેના તેલનો ભાવ લોકો એક હજાર રૃપિયે લિટર વેચાય છે. આ પ્રયોગો સફળ થયા છે અને તેના પરિણામ સારા આવતા આગામી દિવસોમાં અન્ય મહિલાઓને પણ સખી મંડળ થકી પ્રેરિત કરીને રોજગારીના નવા રસ્તા તૈયાર કરવાનું અભિયાન ચાલી રહ્યું છે.