શુક્રવાર, 24 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. સ્થાનિક ગુજરાતી ન્યુઝ
Written By
Last Modified: ગુરુવાર, 5 ડિસેમ્બર 2019 (12:28 IST)

જાણો કેવી રીતે ખેતરમાં એક પતિની ફોનમાં મશગૂલ થવાની ભૂલ પત્નીને ભોગવવી પડી

ધ્રાંગધ્રાના સોલડી ગામની સીમમાં પતિ-પત્ની કપાસની સાઠીયું પાડી રહ્યા હતા. આ સમયે ટ્રેક્ટર ચલાવતા પતિ મોબાઇલમાં વાત કરવા જતા પત્નીને ટ્રેક્ટરની અડફેટે લેતાં કટરમાં ફસાઇ ગઈ હતી, જેથી બંન્ને પગ કપાઇ ગયા હતા. પત્નીની બૂમો સાંભળી પતિએ ટ્રેક્ટર બંધ કરી દીધુ હતુ. આસપાસના લોકોની મદદથી એક કલાકની મહેનત બાદ મહિલાને બહાર કાઢી હતી. એક ગુજરાતી અખબારના રીપોર્ટ પ્રમાણે ધ્રાંગધ્રા તાલુકાના સોલડો ગામની સીમમાં આવેલી વાડીએ અશ્વિનભાઇ પટેલ અને તેમના પત્ની કુંદનબેન પટેલ કામ કરી રહ્યા હતા. તે દરમિયાન અશ્વિનભાઇ ટ્રેક્ટરમાં કપાસની સાઠીયુ પડવાનું કટર ફીટ કરી ચલાવી રહ્યા હતા. જ્યારે કુંદનબેન ખેતરમાં કપાસ વિણવાનું કામ કરી રહ્યા હતા. દરમિયાન ફોન આવતા અશ્વિનભાઇ ફોનમાં વાત કરવામાં મશગૂલ રહેતાં ટ્રેક્ટરની અડફેટે કુંદનબેન આવી જતાં તેના પગ કટરમાં આવી જતા કપાઇ ગયા હતા. કુંદનબેને ચીસ પાડતાં અશ્વિનભાઇએ ટ્રેક્ટર ઉભુરાખી તેમને કટરમાંથી બહાર કાઢવાની કોશિક કરાવા લાગ્યા હતા. આ બનાવની જાણ થતા આસપાસ ખેતરમાં કામકરતા લોકો દોડી આવ્યા હતા અને કટરખોલી એક કલાકની મહેનતબાદ ફસાયેલ કુંદનબેનને કપાયેલ પગ સાથે બહાર કાઢી ધ્રાંગધ્રા દવાખાને સારવાર અર્થે લઇ જવાયા હતા. જ્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ લઇ જવાયા હતા.